
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,આહવા સુશીલ પવાર.
ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતનાં ચૂંટાયેલા સભ્યોએ અગામી મંગળવારનાં દિવસે મળનાર સામાન્ય સભા મોફુક રાખવા માટે તલાટીકમ મંત્રી સહિત આયોજન સહ તાલુકાવિકાસ અધિકારીને અરજી થતાં પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો:
ગ્રામ પંચાયત આહવાની અગામી તા-23-06-2020નાં રોજ યોજાનાર સામાન્યસભા માટેનાં એજન્ડા દરેક ચૂંટાયેલા સભ્યોને મોકલવામાં આવ્યા હતા, સદર સભા મોફુક રાખવા માટે તમામ સભ્યો એકમત:
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક ખાતે આવેલી ગ્રામ પંચાયત આહવાની અગામી તા-23-06-2020નાં રોજ યોજાનાર સામાન્ય સભા માટેનાં એજન્ડા દરેક ચૂંટાયેલા સભ્યોને મોકલવામાં આવ્યા હતા. તેવામાં આહવા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા અગાઉ યોજાયેલ પાંચ જેટલી સામાન્ય સભાઓમાં પણ ચૂંટાયેલા સભ્યોને અંધારામાં રાખી ગેરરીતિ અને મનસ્વી વહીવટ કર્યો હતો. જેથી સભ્યોની સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તની શક્યતા: તમામ સભ્યોએ ગતરોજ આહવા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી તેમજ ઇન્ચાર્જ તલાટીકમ મંત્રીને લેખિતમાં અરજ ગુજારી જણાવ્યુ છે કે આહવા ગ્રામ પંચાયતનો સંપૂર્ણ વહીવટ આપ તલાટીકમ મંત્રી પાસે ન મળે ત્યાં સુધી તમામ સામાન્ય સભા મુલતવી રાખવી, તેમજ તમામ સામાન્ય સભા અન્વયે ગ્રામ પંચાયતનાં નિભાવવાનાં થતા સંપૂર્ણ રજીસ્ટર અને રેકોર્ડ,રોજમેળ, પાસબુક,ચેકબુક,વેરા વસુલાત, રજીસ્ટર, ખર્ચ પત્રકો, વિકાસનાં કામો તથા નાણાપંચનાં કામોનાં તમામ દફતર આપના કક્ષાએથી ઉપલબ્ધ થયેથી જ અગામી સામાન્ય સભા યોજવી તથા આહવા ગ્રામ પંચાયતનાં તલાટીકમ મંત્રીને સંપૂર્ણ ચાર્જ મળ્યા પછી જ મીટિંગ લેવી તેમજ આ મિટિંગમાં જવાબદાર તાલુકાનાં અધિકારીએ પણ હાજર રહેવુ અને અપૂરતા રેકોર્ડ સાથે આપ તલાટીકમ મંત્રી જો ચાર્જ લેશો તો જે પણ તકરાર ઉભી થશે તે આપણી જવાબદારી રહેશે. હાલમાં આહવા ગ્રામ પંચાયતનાં ચૂંટાયેલા સભ્યોએ અગામી મંગળવારનાં રોજ યોજાનાર સામાન્ય સભા મોફુક રાખવા માટે અરજ ગુજારતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.