શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચ નાઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ હાંસોટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી નાઓની સુચના મુજબ આજરોજ મળેલ બાતમી આધારે અણીયાદ્રા ગામની બોર તલાવડી વગામાં તલાવડીના પાળ ઉપર રેડ કરતા પાંચ ઇસમોને રોકડા રૂા . ૧૫૬૨૦ / – તથા ચાર મોબાઇલ કિંમત રૂા . ૬,૦૦૦ / – તથા પ્લેન્ડર મો.સા. નં . GJ – 16 – BC – 4578 કિ . રૂા .૧૨,000 / – મળી કુલ્લે રૂ . ૩૩,૬૨૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
આરોપીઓ :
( ૧ ) રતીલાલ બાલુભાઇ પટેલ ઉ.વ .૫૮ રહે . અણીયાદ્રા , તા . હાંસોટ , જિ . ભરૂચ
( ર ) ભરતભાઇ ઇશ્વરભાઇ પટેલ ઉ.વ. – ૫૪ રહે . અણીયાદ્રા , તા . હાંસોટ , જિ . ભરૂચ
( ૩ ) દિપકભાઇ ખુશાલભાઇ પટેલ ઉ.વ. – ૩૦ રહે . અણીયાદ્રા , તા . હાંસોટ , જિ . ભરૂચ
( ૪ ) ઠાકોરભાઇ ભગુભાઇ પટેલ ઉ.વ. – ૬૦ રહે . અણીયાદ્રા , તા . હાંસોટ , જિ . ભરૂચ
( ૫ ) મનુભાઇ લાલાભાઇ પટેલ ઉ.વ. – ૬ ર રહે . બોલાવ ઉભુ ફળીયુ તા.હાંસોટ , જિ.ભરૂચ
મુદ્દામાલ:- રોકડા રૂા . ૧૫૬ ૨૦ / – તથા ચાર મોબાઇલ કિંમત રૂા . ૬,૦૦૦ / – તથા પ્લેન્ડર મો.સા. નં . GJ – 16 – Bc – 4578 કિ . રૂા . ૧૨,૦૦૦ / – મળી કુલ્લે રૂા . ૩૩,૬૨૦ / – ના મુદ્દામાલ.