શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડાના સોલીયા ગામે R.T.I. હેઠળ માહિતી માંગતા R.T.I. એક્ટિવિસ્ટ પર હુમલો તેમજ જાન થી મારી નાખવાની ધમકી આપતા પોલિસ ફરિયાદ નોંધાઇ;
મળતી માહિતી મુજબ માહિતી અધિનિયમન ૨૦૦૫ કાયદા ના બંધારણ મુજબ ભારત દેશ ના દરેક નાગરિક ને માહીતી અધિકાર માંગવાનો અધિકાર આપવામાં આવ્યો છે જે માહીતી જે તે સરકારી ડિપાર્ટમેંટ ને તેની સમય મર્યાદામાં પૂરો પાડવાનો હોય છે પરંતુ અધિકારીઓ કાયદાનું ઉલ્લંઘન કરીને કાયદા ને ઘોળી ને પી જતાં હોય છે, ત્યારે આવી જ એક ઘટના નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકાના સોલીયા ગામે બની હતી છે.
સોલીયા ગામના યુવા દિનેશભાઇ રતનભાઈ વસાવા એ આર .ટી.આઈ હેઠળ પંચાયતમાં થતાં વિકાસના કામો માટે સોલીયા ગ્રામ પંચાયતમાં માહીતી માંગી હતી, હાલ ત્યાં એક મહિલા સરપંચ તરીકે પોતાની ફરજ બજાવે છે પરંતુ કાયદા નું તેમજ વિધાનનું ઉલ્લંઘન કરીને તેણીના પતિ ગ્રામ પંચાયતનો વહીવટ કરતાં હોય તેવી બાબત સામે આવી હતી, તો શુ ખરેખર આમ સરપંચ સિવાય કોઈ બીજી વ્યક્તિ પંચાયતનો વહીવટ કરી શકે? શું તંત્ર આ બાબત અજાણ છે? તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરે એક મહિલા સરપંચ ના પતિ ને કોણે આવી સત્તા આપી કે તેઓ પોતાની આપ ખુદસાહી ચલાવે?સરપંચ ના પતિ દ્વારા પીડિત યુવક ને અન્ય યુવકો મારફતે ધમકાવવામાં આવ્યા હતા, તેમજ તેમને માર મારી ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ખરેખર આ એક નિંદનીય બાબત છે આવી રીતે કાયદા મુજબ માહીતી માંગતા યુવક નો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, શુ આજ લોકશાહી ની પરિભાષા છે? લોકશાહી માં દરેક ને અવાજ ઉઠાવવાનો અધિકાર છે જ્યારે આવા મહિલાના સરપંચોના પતિ ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરીને આમ જનતાનો અવાજ ને દબાવવા માંગી રહ્યા છે, જેના અનુસંધાન માં R.T.I. માહિતગારે દેડિયાપાડા પોલિસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી છે, આ ગુનામાં આરોપી ઉપર ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. શુ પ્રસાસન આ બાબતે પીડિતા ને ન્યાય આપસે કે પછી ભીનું સંકેલાસે તેતો પોલિસ ના તપાસ બાદ જોવાનું રહ્યું.