
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં ‘ફિટ ઈન્ડિયા, ફિટ ગુજરાત સાયક્લોથોન’ કાયક્રમ હેઠળ સાયકલ રેલી યોજાઇ:
૧૫ સેન્ટરો ખાતે ૩૭૪૮ સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો:
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના હસ્તે રેલીને ફ્લેગઓફ કરાવવામાં આવી:
ડી.ડી.ઓ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત હેલ્થ વિભાગનો સ્ટાફ પણ રેલીમાં જોડાયા:
વ્યારા-તાપી: રાજયના દરેક નાગરિકો નિરોગી અને સુખમય જીવન જીવે, શારિરીક રીતે તંદુરસ્તી જળવાય રહે તે માટે સરકારના આરોગ્ય વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત જિલ્લાથી ‘ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન’નો શુભારંભ થતા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ “સાયકલ ચલન થકી બીનચેપી રોગથી મુક્તિ” સુત્ર હેઠળ સાયકલ રેલીનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હર્ષદ પટેલના હસ્તે રેલીને જિલ્લા સેવા સદન તાપી ખાતેથી ફ્લેગઓફ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેંદ્ર છિંડિયા સુધી યોજાયેલ આ સાયક્લોથોનમાં જિલ્લાના 15 સેન્ટરો ખાતે તમામ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો, પેટા આરોગ્ય કેંદ્રો, આરોગ્ય કેંદ્રો, અને અર્બન આરોગ્ય કેંદ્રો દ્વારા જિલ્લાના વિવિધ વ્યારા સાઈકલીંગ કલબ, હેલ્થ વિભાગના ડોકટરો, કોલેજના વિદ્યાર્થીઓ, જી.આઈ.ડી.સી., પોલીસ, સરકારી કર્મચારીઓ, સિનિયર સીટીઝન અને બાળકો વગેરે મળી કુલ-૩૭૪૮ લોકોએ અને જિલ્લા સેવાસદનના સેન્ટર ખાતે 149 સાયકલીસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.