દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

03 મોટર સાયકલ ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા, તથા ડેડીયાપાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

શ્રી હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓનો સ્ટાફ તથા શ્રી એ.આર.ડામોર, પો.સ.ઇ. ડેડીયાપાડાનાઓએ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં મોટર સાયકલ ચોરીના બનાવ અનુસંધાને વોય તેમજ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારની મોટર સાયકલો મહારાષ્ટ્ર વિસ્તારમાં જતી હોવાની બાતમી આધારે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવતા દરમ્યાન એક નંબર પ્લેટ વિનાની કાળા રંગની હોન્ડા શાઇને મોટર સાયકલ આવતા સદર મોટર સાયકલ ચાલકને પકડી મોટર સાયકલના સાધનીક કાગળો તથા અન્ય વિશેષ પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં મળતા સદર મોટર સાયકલના એજીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન ઉપર ચેક કરતા સદર મોટર સાયકલ ડુમખલ ગામેથી ચોરાયેલ હોવાની અને ડેડીયાપાડા પો.સ્ટે. એ-પાર્ટ નં૮૪૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો મોટર સાયકલ ચોરીનો ગુનો રજીસ્ટર થેયલ હોય સદર મોટર સાયકલ ગુનાના કામે કબજે લઇ આરોપી પ્રશાંત ઉર્ફે પ્રવિણ સંખારામ વસાવે રહે. મોખ, દુકાન ફળીયુ. તા.ધગાંવ જી.નંદુરબાર ની વિશેષ પુછપરછ કરતા તેણે અન્ય આરોપીઓ સાથે મળીને બીજા બે મોટર સાયકલ ચોરેલ હોવાનું કબુલાત કરતા સદર મોટર સાયકલો સુરત ગ્રામ્ય વિસ્તારના કામરેજમાંથી કાળા કલરની સપ્લેન્ડર પ્લસ તથા માંગરોલ વિસ્તારમાંથી લાલ કલરની પેશન પ્રો ચોરી કરેલ હોવાનું જણાવેલ છે. જે બંન્ને મોટર સાયકલો આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ છે. જેથી ડેડીયાપાડા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન કરી ડેડીયાપાડા પો.સ્ટે. એ-પાર્ટનં. ૮૪૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ તથા કામરેજ પોસ્ટે ૧૯૧/૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ ના અનડીટેકટ ગુનો ડીટેકટ કરી આગળની તપાસ માટે ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓએ જીલ્લામાં અનડીટેકટ ગુના ડીટેક્ટ કરવાની સુચના અનુસંધાને મિક્ત સબબ ગુનાઓને ડામવા તેમજ મિલ્કત સબબ ગુનાઓ આચરનારાઓની પ્રવૃતિને અંકુશમાં લાવવા સારૂ નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है