
ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ:
સેન્ટ્રલાઇઝ કિચનને કારણે ડેડીયાપાડા સહિત ગુજરાતના તમામ મધ્યાહન ભોજન કર્મીઓની રોજગારી જવાનો ભય:
દેવમોગરા ખાતે મધ્યાહન ભોજનના કર્મચારીઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા
નર્મદા: રાજ્યમાં 1984થી ચાલતી મધ્યાહન ભોજન યોજના અત્યારે નવા નામ સાથે પી.એમ.પોષણ શકિત યોજનામાં વર્ષ 2025-26ના નાણાંકીય બજેટમાં રાજય્ સરકાર મોટો ફેરફાર લાવી રહી હોવાનું બહાર આવ્યું છે. રાજ્યમાં કુલ 33 હજાર પ્રાથમિક શાળાઓ પૈકી 9 મહાનગરોમાં ખાનગી સંસ્થાઓને મધ્યાહન ભોજન યોજના ચલાવવા આપ્યા પછી સરકાર હવે સેન્ટ્રલ કિચન યોજનાના નામે દરેક તાલુકામાં એક સેન્ટ્રલ કિચન યોજના લાગુ કરવા જઈ રહીં છે. ત્યારે આ નિર્ણયથી હજારો વિધવા મધ્યાહન ભોજન બહેનો તેમજ સંચાલક કર્મચારીઓની રોજગારી જવાની સંભાવના દેખાઈ રહી છે. દેવમોગરા ખાતે મળેલા મધ્યાહન ભોજનના કર્મચારીઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા. અને તેમણે કર્મચારીઓની રોજગારી ન છીનવાઈ તે માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી શાળામાં જ ભોજન બનાવી બાળકોને તાજું અને ગરમ જમવાનું પીરસવામાં આવે છે. મધ્યાહન ભોજનના સંચાલકો, રસોઈયાઓ અને મદદનીશની મદદથી આ જમવાનું પીરસવામાં આવે છે. આ સમગ્ર કામગીરી શાળાના શિક્ષકો, વાલીઓ અને બાળકોની નજર સમક્ષ થતી હોય છે. આથી ગુણવત્તાના પ્રશ્નો ઊભા થતાં નથી. અને થાય તો તાત્કાલિક ધ્યાન દોરી શકાય છે. પરંતુ હાલમાં સરકાર જિલ્લામાં પણ સેંટ્રલાઇઝ્ડ કિચન શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે. દરેક જિલ્લામાં મધ્યાહન ભોજનના સેંટ્રલાઇઝ્ડ કિચન માટે જગ્યા શોધવાની સૂચના આપવામાં આવી છે. એક તરફ સરકાર દ્વારા પોષણક્ષમ અને તાજો ખોરાક મળી રહે તે માટેની વાતો કરવામાં આવી રહી છે. અને બીજી તરફ સેંટ્રલાઇઝડ કિચનને કારણે બાળકોને તાજો ખોરાક મળશે કે કેમ તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે મધ્યાહન ભોજન કર્મીઓ અને વાલીઓમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સેન્ટ્રલાઇઝ કિચન યોજના ?
સેન્ટ્રલાઇઝ કિચન અંતર્ગત બે કે ત્રણ તાલુકા વચ્ચે એક કિચન બનાવામાં આવશે. જેમાં તમામ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે એક જ રસોડામાં રસોઈ બનવામાં આવશે. અને તેને ટ્રાન્સપોટેશન મારફતે બધી સ્કૂલોમાં દરરોજ બાળકો માટે ભોજન પહોચાડવામાં આવશે. જેનું સંચાલન કોઈ એક એજન્સી દરેક તાલુકામાં કરશે.
મધ્યાહન ભોજન કર્મીઓ શાળામાં ભોજન આપવા સિવાય અન્ય કામગીરી પણ કરે છે.
મધ્યાહન ભોજન માટે શાળાઓમાં રસોડું હોય છે. રસોઈના સાધાનો વસાવ્યા છે. ગેસ કનેકશન લીધુ છે. જેના માટે 4500ના પગારદારે એક સંચાલક. રૂ. 3750 ના પગારે રસોઈયો અને 1500ના પગારે એક હેલ્પર રાખવામાં આવે છે. આ કર્મચારીઓ બાળકોને પોષ્ટિક ભોજન આપવા સિવાય બી એલ ઓની કામગીરી, ચૂંટણીની કામગીરી,એક શિક્ષક વાલી શાળામાં પૂરક શિક્ષક તરીકે,અન્ય સર્વેની, દૂધસંજીવની સ્વીકારવાની કામગીરી વગેરે જેવી અન્ય કામગીરી નજીવા વેતનમાં કરે છે.



