શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, એડીટર ઇન-ચીફ દાનીયેલ ગામીત
સુરત-તાપી જિલ્લામાં ખેડૂતોની જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે નાણાકીય સહાય આપવામાં આવશેઃ
સુરત તથા તાપી જિલ્લામાં જમીન ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા માટે ભારત સરકાર દ્વારા ‘સોઈલ હેલ્થ કાર્ડ’ અને ‘સોઈલ હેલ્થ મેનેજમેન્ટ’ યોજનાં અંતર્ગત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે હેઠળ ખેડૂતોની દરેક પ્રકારની જમીન ચકાસણી કરવાની પ્રયોગશાળા સ્થાપવા માટે અરજી કરી શકાશે; અને આ યોજનાના લાભાર્થીઓને નાણાકીય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઔધોગિક સાહસ કરનાર ગૃપ અને સંસ્થાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી ‘નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર’ યોજના હેઠળ સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના કરવામાં આવી છે. સુરત તથા તાપી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનીક અને એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત્ત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગૃપ, ફાર્મર, પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઈન્ટ લાયબેલીટી ગૃપ, ફાર્મર કોઓપરેટીવ સોસાયટીઝ, ઈનપુટ રીટેલ આઉટલેટ, ઈનપુટ રીટેલર્સ અને શાળા-કોલેજોમાં નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે કુલ ખર્ચના રૂ. પાંચ લાખના ૭૫ ટકા લેખે રૂા.૩.૭૫ લાખ રૂપિયાની લાભાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવશે. જે સંસ્થાઓ અથવા વ્યક્તિ કે ગૃપ આ બાબતોમાં રસ ધરાવતી હોય તેઓ સુરતની નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ની કચેરીએ રૂબરૂ અરજી જમા કરી શકશે.