
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નઝીર પાંડોર
સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, ગઈકાલે અમદાવાદ કરતાં વધુ પોઝીટીવ કેશ નોધાયાં: આજે તારીખ ૧ જુલાઈના બોપોર સુધીમાં જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૨૭ જેટલાં નવા કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લા અને જે તે તાલુકાનું વહીવટી તંત્ર ચિંતાતુર બન્યું છે, સુરત શહેર અને જિલ્લામાં પોઝીટીવ કેસોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે, જેને પગલે રાજયનાં આરોગ્ય સચિવ જયંતિ રવિ એક અઠવાડીયા માટે સુરત આવી પોહચ્યા છે, આજે અન્ય તાલુકાઓ સહીત જીલ્લામાં નવા ૨૭ પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં કામરેજ માં ૧૦,પલસાણામાં ૪, ઓલપાડમાં ૪,પલસાણામાં ૪,મહુવામાં ૨, બારડોલીમાં ૨,કેસ નોંધાયા છે, આ સાથે સુરત જિલ્લાનો કોરોનાનો કુલ આંકડો ૫૭૪ ઉપર પોહચ્યો છે.જયારે જીલ્લામાં કુલ મૃત્યુ આંક ૧૬ થયો છે.