શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે
સાપુતારા ખાતે રખડતા પશુઓમાં લમ્પી વાયરસની અસ૨ વાળા પશુઓ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થતાં જિલ્લા તંત્ર દોડતું થયું હતું.
સાપુતારા: ગિરિમથાક સાપુતારા ખાતે રખડતા પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા પશુઓની સારવાર અંગેની કોઈપણ તસ્દી લેવામાં નહિ આવતી હોવાથી લાંબા સમય બાદ અંતે અખબારમાં અહેવાલો પ્રસારિત કરવામાં આવતા પશુપાલન, પશુ આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. ડાંગ જિલ્લો પર્યટક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે અને ફરવા માટે મોટા પાયે પ્રવાસીઓની પસંદગીનું સ્થળ જોવા મળે છે. ત્યારે સાપુતારા ખાતે રખડતા પશુઓમાં લમ્પી વાયરસની અસર જોવા મળી હતી. પરંતુ વહીવટી તંત્રમાં જીવદયા જેવું કંઈ હોય એવું લાગતુ ન હતુ. કારણ કે છેલ્લા કેટલાય સમયથી લમ્પી વાયરસના શિકાર થયેલ અબોલ પશુઓ ખુલ્લામાં રખડતા જોવા મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી લમ્પી વાયરસથી પીડાતા પશુઓ સાપુતારામાં વિહરતા જોવા મળતા હતા. અને પશુઓના શરીરના ભાગે મસમોટા ગુમડાઓ સ્પષ્ટપણે જોવા મળતા હતા. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા તેની સારવાર માટે કોઈ પણ પગલાં લેવામાં આવતા ન હતા. લોકોમાં ચર્ચા નો વિષય બન્યો હતો જે બાદ વિવિધ જીલ્લાના અનેક અખબાર સહીત ગ્રામિણ ટુડે સાપ્તાહિક અખબાર દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતા. જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ, પશુપાલન, પશુ આરોગ્ય વિભાગ પર અનેક સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે આખરે શામગહાન પશુડોકટરની ટીમ તથા નોટિફાઈડ એરીયા કચેરીનાં અધિકારીઓ અખબારી અહેવાલો બાદ જાગ્યા હતા અને પશુઓની સારવાર માટે દોડતા થયા છે. આજરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરિમથક સાપુતારા ખાતે રખડતા પશુઓની સારવાર અંગેની કામગીરી કરવામાં આવતા પશુ પ્રેમીઓમાં પણ ખુશી જોવા મળી હતી.