શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાગબારા રેન્જ માંથી જીપમાં લઈ જવાતા ખેરના લાકડા ઝડપાયા;
ગુજરાત – મહારાષ્ટ્ર બોર્ડર પર કરેલી નાકાબંધી દરમિયાન જીપમાં લઈ જવાતો ખેરનાં લાકડાનો જથ્થો વનવિભાગ ની ટીમે ઝડપી પાડયો;
સાગબારા: તા.28,ઓકટોબર,2023 સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહીત સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા, તે દરમિયાન સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.જી.બારીયા તથા શ્રી મગનભાઈ કે.વસાવા ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર સાગબારા અને ફોરેસ્ટ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળતા, બાતમી વાળી જગ્યા એ વોચ રાખતા સવારે 5:15 કલાક નાં સમયે એક મેક્ષ જીપ ને અટકાવતા જીપ ચાલકે તેમના કબજા ની જીપ ને ઉભી કરી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો, જ્યારે વાહન ની તલાસી લેતાં તેમાં જંગલ ચોરીના તાજા હાથ ઘડતરીનાં ખેરના લાકડા જોતા વધુ તપાસ અર્થે રેન્જ કચેરીએ લાવી મુદ્દામાલ ની ગણતરી કરતા ખેર નંગ -16 ઘ.મી.1.039 જેની અંદાજિત કિંમત રૂ. 41,560/- તથા જીપ નબર GJ.09 – M.7514 જેની અંદાજિત કિંમત રૂ.158,440/- આમ કુલ મળી કિંમત રૂ.200,000/- નો મુદ્દામાલ જપ્ત કરી લાકડા લઈ જનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા