
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
હાલ ગુજરાત સરકાર વિકાસના 20 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, અને દેશ આખો આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહયો છે અને સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ની વાત કરી રહ્યું છે. ત્યારે સરકારે કરેલા વિકાસ કામો ની યશ ગાથાઓ ગાઈ રહ્યું છે ત્યારે વઘઇ તાલુકાના સરવર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો દ્વારા વિકાસના કામો ને લઈને ધારણા ની ચીમકી ઉચ્ચારી છે.
ગત રોજ વઘઇ તાલુકના ગ્રુપ ગ્રામ પંચાયત સરવર ના સરપંચ પ્રજ્ઞાબેન જીજ્ઞેશભાઈ પટેલ તથા તેમના સભ્યો દ્વારા જણાવાયું હતું કે ગામોના વિકાસ માટે વિવિધ યોજનાકીય ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફળવવામા આવે છે જેમાંથી ગામોના વિકાસ માટે ખૂટતી સુવિધાઓ ના કામોની યાદી બનાવી માંગણી કરવામાં આવે છે પરંતુ અમારા કામની યાદી માંથી ખુબજ ઓછા કામોની મંજૂરી મળે છે. જે પૂરતી નથી.
સરપંચ નું વધુમાં જણાવવું હતું કે અમારા ગામોમાં માળખાકીય સુવિધાઓ અને શાળા – આંગણવાડી ઓને ખૂટતી સુવિધાઓ ના કામો નહિવત પ્રમાણમાં લેવામાં આવે છે. સરપંચ નું કહેવું હતું કે અમારા સાથે રાજકીય દ્વેષ રાખી અમારી પંચાયતના કામો લેવામાં આવતા નથી. જ્યારે અન્ય પંચાયતના એક જ ગામના એક થી વધારે કામો મંજુર કરવામાં આવે છે. જે ગ્રામ સ્વરાજના પંચાયતરાજ ના સર્વાંગી વિકાસના મંત્રનો સરેઆમ ભંગ કરવામાં આવે છે.
વધુમાં TDO/ પ્રમુખ ને લેખિત માં રજુઆત કરી જો પંચાયતના લોકઉપયોગી કામો મંજુર નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જઇ ધારણા કરવાની ચીમકી આપી હતી.