શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા તાલુકાના પર્યટન સ્થળ ગોવાળદેવ ખાતે ફાંસો ખાધેલી હાલતમાં બે મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની કલીમા અને પંથકમાં ચકચારી ફેલાવા પામી હતી.
તાપી: વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે યુવકો રાતે મિત્રના લગ્નમાં જવાનું કહી મોટરસાયકલ પર નીકળ્યા હતા. જે બે યુવકોની લાશ વ્યારા તાલુકાના કાજણ ગામના ગોવાળદેવના મંદિર પાછળ ના ભાગે સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની જાણ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે જઈ ને બંને મૃતક યુવાનોની લાશોનો કબ્જો લઈને વ્યારા પીએમ રૂમમાં મૂકી દેવાઈ હતી. આ અગમ્ય કારણસર મોતનો ગુનો નોંધી વધુ તપાસ વ્યારા પોલીસે હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુરૂપ રૂપવાડા ગામના આંબલી ફળિયામાં અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી ઉ.વર્ષ ૨૧ અને જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી ઉ.વર્ષ ૨૨ ના ઓ ગત રવિવારે રાત્રે અનિલ અને જગદીશ તેમના ઘરેથી વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવા બાઇક પર નીકળ્યા હતા. જે બાદ બીજા દિવસે પણ પરત ઘરે ન આવ્યા હતા.
● મિત્રના લગ્નમાં જવા નીકળેલા રૂપવાડાના યુવકો ગોવાળદેવ નજીકથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં,
● સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી આવતા પંથકમાં ચકચાર.
● મળતી માહિતી મુજબ રવિવારે રાતે બંને યુવક નીકળ્યા હતા સોમવારે પરત ન આવતા પરિવાર દ્વારા શોધખોળ સરૂ કરવામાં આવી હતી. મૃતદેહથી થોડા અંતરે જ યુવકની બાઇક મળી આવી હતી.
● આપઘાત પાછળનું કારણ હજી અકબંધ છે,
તાપી પોલીસ દ્વારા સમગ્ર ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, ઉપરોક્ત ઘટના બાબતે સાચી હકીકત બહાર આવશે કે નહિ તે જોવું રહયું.