શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજે તાપી જિલ્લાના વ્યારા સ્થિત દક્ષિણાપથ ગ્રામ સમાજ ગ્રાઉન્ડ ખાતે “સખી મેળો તેમજ વંદે ગુજરત પ્રદર્શન” યોજાશે:
વ્યારા, તાપી : ગ્રામીઁણ વિકાસ મંત્રાયલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર તાપીનાં સંયુકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો મેળો-૨૦૨૨ નું આયોજન તા.૦૮-૦૬-૨૦૨૨ થી ૧૪-૦૬-૨૦૨૨ સુધી કરવામાં આવેલ છે.
જે અન્વયે આજે કૃષિ, ઊર્જા, અને પેટ્રોકેમિકલ વિભાગના રાજ્ય કક્ષાના અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાંજે ૫.૦૦ કલાકે દક્ષિણાપથ ગ્રામ સમાજ ગ્રાઉન્ડ વ્યારા ખાતે “તાપી જિલ્લા કક્ષાનો સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન મેળો-૨૦૨૨” નો ઉદ્ધઘાટન સમારોહ યોજાશે.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, વ્યારા નગર પાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા, સર્વ ધારાસભ્યશ્રીઓ મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામિત, આનંદભાઇ ચૌધરી, સુનિલભાઇ ગામિત, તેમજ પદ્મશ્રી રમીલાબેન ગામિત સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહશે.
આ મેળાનો લાભ લેવા જિલ્લા વહિવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયા દ્વારા જાહેર જનતાને અપિલ કરવામાં આવી છે.