શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત
તાપીમાં ભાજપ આયોજીત દહી હાંડી કાર્યક્રમ દરમિયાન કાનૂડાઓએ નાણાં ઉડાવ્યાં : બહુ ચર્ચિત રેવડી ઉડી.! આવી હરકત પક્ષની નાવ ડુબાડશે..?
તાપી જિલ્લા પંચાયત પ્રમુખ અને તાપી જિલ્લા ભાજપના પ્રમુખ, મંત્રી, કાળા નાણાના ગેલમાં ડી જે ના તાલે નાચ્યા: વિકાસ એવો ભાન ભૂલ્યો કે ખુદ રેવડી જાહેર મંચ પરથી ઉડાવી ધીધી.. રૂપિયાનાં વરસાદે લોકોને ચર્ચિત કરી ધીધાં..!
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વ્યારામાં બબ્બે વખત દહી હાંડી ઉજવણીમાં હાજરી આપી વ્યારાની જનતાના દિલ જીતવા મહેનત કરી રહ્યા છે. અને પક્ષ મજબુત કરવા વારેઘડીએ દોડી રહ્યા છે અને બીજી તરફ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ સીટો જીતવાની સાહેબની ઉમીદ્દ પર તાપી ભાજપ ના કાર્યકર્તાઓ પાણી ફેરવી રહ્યા હોય તેમ સ્પસ્ટ જણાય આવે છે.
વ્યારા: ગત ૨૦મીએ સમગ્ર દેશ વિદેશ સહીત વ્યારા નગરમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી, તે અંતર્ગત તાપી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા દહી હાંડી ફોડવાની ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ઉજવાયો હતો. પરંતુ સી.આર. પાટીલ સમયના અભાવે માત્ર હાજરી આપીને પરત જતા રહ્યા હતા. તાપી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજીત દહી હાંડી ઉત્સવમાં તાપી જિલ્લા ભાજપના નેતાઓ અતિ ઉત્સાહમાં આવી દહી હાંડી ફોડવાની ઉજવણીમાં ભાજપના કાર્યકર્તાઓએ નાણાં ઉડાડી ને સાચેજ આદરણીય દેશનાં નાણા મંત્રીશ્રી ની વાત ને સમર્થન આપ્યું કે દેશમાં મોઘવારી અસર નહિ કરે અને વિશ્વ વ્યાપી આર્થિક મંદી માટે ભારત તેયાર છે, હવે સાચેજ નાણા વહેચીને પર્દાફાશ કર્યો હોય તેમ ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હોય તેમ રુપિયા ઉડાવ્યા હતા. આ રુપિયા ઉડાવનાર કાનપૂરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ હોવાનું સોસીયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો માં જણાય આવે છે.
આ રુપિયા કયાંથી આવ્યાં કઈ કમાણીના રુપિયા છે. સ્વભાવિક છે કે પોતાની પરસેવાની કમાણીના રુપિયા કોઈ ઉડાવતું નથી.
કાળા નાણાંની કમાણી ભાજપના શાસનમાં વધી રહી હોવાનો પુરાવો કાનપૂરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચે આપી દીધો હોવાનું જણાય આવે છે. તાપી જિલ્લા ભાજપા સંગઠન મહામંત્રીએ પણ રૂપિયા ઉડાડી તોડ્યો વિક્રમ…!
આ ઉપ સરપંચ પોતે ચેક ડેમનું બાંધકામ કોન્ટ્રાકટરનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ દહી હાંડી ઉજવણીમાં તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજ વસાવા, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીત, મહામંત્રી વિક્રમ તરસાડીયા તથા અનેક કાર્યકર્તાઓની સાથે રુપિયા ઉડાવ્યા.
સ્વીઝ બેંક માંથી કાળા નાણાં હવે ગુજરાતના તાપી જિલ્લા સુધી આવી પહોંચ્યા તેમ જણાય આવે છે. ચુંટણી ટાણે ભાજપ દ્વારા આપેલા વાયદા મુજબ હવે પંદર લાખ રુપિયા આપણાં દરેકના ખાતામાં આવી જશે તેવી ચર્ચા લોકોમાં ભારે જોર પકડ્યું છે.
તાપી જિલ્લો આદિવાસી બહુધા વસ્તી ધરાવતો જિલ્લો હોય અને બંધારણ અનુસુચિ-૫ વિસ્તારમાં આવતો હોય કરોડો રુપિયાની ગ્રાંટ ટ્રાયબલ સબ પ્લાનમાં આદિવાસીઓના નામે ફાળવવામાં આવે છે. પરંતુ આઝાદી ૭૫ વરસે પણ આદિવાસીઓનો વિકાસ હજુ થયો નથી. આદિવાસીઓ હવે ચર્ચા કરી રહયા છે કે ખાતું બંધ કરી દેવામાં આવે તો કોન્ટ્રાકટરો અને નેતાઓ ને ભૂખે મારવાનો વારો આવે..! કરોડો રુપિયાની ગ્રાંટ ક્યાં વપરાય છે. ? આદિવાસીઓનો વિકાસ કયાં થાય છે. ? કોનો વિકાસ આદિવાસીઓ કે કોન્ટ્રાકટર નો ? એ પણ એક તપાસનો વિષય બને છે.
દેશની ગરીબ જનતાને આવી કારમી મોઘવારીમાં એક બાજુ બે ટંક ખાવાનું અનાજ મળતું નથી અને બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ, સરપંચો, ઉપ સરપંચો, કોન્ટ્રાકટો, આવી ધાર્મિક જાહેર ઉત્સવના મંચ પરથી આ રીતે રુપિયા ઉડાવતા રહે તો એ માં લક્ષ્મીજી નું અપમાન તાપી ના ભાજપીઓ કરી રહ્યા છે એમ કહેવું ખોટું નથી.
તાપી જિલ્લામાં કોન્ટ્રાકટરો અને આવાં ઉપ સરપંચ દ્વારા કેટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેનો વરવો પૂરાવો આ ઉપ સરપંચ અને કોન્ટ્રાક્ટરે સાબિત કરી દીધુ છે.
વાહ…રે. ભાજપીઓને કારમી મોઘવારી નડતી નથી..? ઉડાવો.. ચલણી નોટો તમને ઉડાવશે..!
ખરેખર કાર્યકર્તાઓએ પાર્ટીને નુકશાન થાય એવા કાર્ય ના કરવા જોઈએ ઓછા ખર્ચ કરી જનતાને રાહત થાય એવા કામો અને શાસન વ્યવસ્થા જળવાય રહે તેવા કામો કરવા રહ્યા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વ્યારામાં બબ્બે વખત દહી હાંડી ઉજવણીમાં હાજરી આપી વ્યારાની જનતાના દિલ જીતવા મહેનત કરી રહ્યા છે. અને પક્ષ મજબુત કરવા વારેઘડીએ દોડી રહ્યા છે અને બીજી તરફ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ સીટો જીતવાની સાહેબની ઉમીદ્દ પર તાપી ભાજપ ના કાર્યકર્તાઓ પાણી ફેરવી રહ્યા હોય તેમ સ્પસ્ટ જણાય આવે છે.
દહી હાંડી કે અન્ય ઉત્સવ ઉજવવા જ જોઈએ એમાં ના નથી પણ આમ જનતાની નજરમાં ખોટી છાપ ઊભી
થાય એવું થવુ જોઈએ નહી. પૈસો લક્ષમીનું રુપ છે જેનુ અપમાન સારું ન કહેવાય. અને ચુંટાયેલા પ્રતિનિધિઓ શું આ રીતે જાહેર મંચ પરથી રૂપિયા ઉડાડી નોટ નું અપમાન કરી શકે?