
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આદિવાસી સમાજ દ્વારા અનેક પડતર પ્રશ્નોનાં નિકાલ માટે દેશનાં રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર તાપી દ્વારા આવેદનપત્ર મોકલી આપવામાં આવ્યું:
આજરોજ તાપી જીલ્લા મથક ખાતે આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે મહામુહિમ રાષ્ટ્રપતિ મહોદય ને આવેદનપત્ર જીલ્લા કલેક્ટર તાપી નાં હસ્તે મોકલી આપવામાં આવ્યું હતું તેનો અહેવાલ નીચે મુજબ છે.
ભારતીય સંવિધાન અને સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા આદિવાસીઓના અધિકારોની અમલવારી કરવા બાબત. સંદર્ભ ઃ ૧. એ/સી ભારત સરકાર પરિવારની રજૂઆત તા. ૨૩/૦૮/૨૦૧
૨. ભારતીય સંવિધાનની જોગવાઈઓ અનુસાર આર્ટીકલ ૨૪૪(૧) અનુસાર ૧૩(૩)કની જોગવાઈઓ અનુસાર અનુસૂચિ ક્ષેત્રના સંચાલનની ફરજો ન નિભાવનાર સામે સંવિધાનીક જોગવાઈઓ અનુસાર કાર્યવાહી અંગેની જાણકારી આપવા બાબત.
ઉપરોકત વિષય તથા સંદર્ભ અન્વયે જય ભારત સહ જણાવવાનું કે, તાપી જિલ્લો ગુજરાત રાજય અનુસૂચિત ક્ષેત્ર છે અને બહુલ વસ્તી આદિમ આદિવાસી છે સદર વિસ્તારની સંવિધાની જોગવાઈઓ તથા આદિમ આદિવાસી જાતીઓનાં પરંપરાગત રૂઢીઓ, પ્રથાઓ અને સાંસ્કૃતિક ધરોહરને નુકશાન થાય અને આદિમ આદિવાસી જાતીઓનો વિનાશ થાય તે પ્રકારની ગતિવિધિઓ તથા પ્રવૃતિઓ આઝાદી પછીના વર્ષોમાં પ્રવર્તિ રહી છે. અને જેને લઈને આદિમ આદિવાસી બાહુલ ક્ષેત્રમાં સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારનું શાસન પ્રશાસન વર્તી રહયુ છે. તેનું ધ્યાન દોરવા તથા આદિમ આદિવાસી જાતીઓ શોષણ અને અન્યાયનો ભોગ બની રહી છે. તે માંથી તેઓને બચાવવા આપને જાણ સારૂ.
૧. ડોસવાડા ખાતે જી.આઈ.ડી.સી.ના નામે ચાલી આવેલ આદિવાસીઓ પાસેથી ગેરકાયદેસર જમીન પડાવી લઈ શાંસન પ્રશાંસન દ્વારા વેદાન્તા ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીસની ઝીંક હિન્દુસ્તાન લિમીટેડને પ્રોજેકટ સ્થાપવા આપી દેવાનું કારસ્થાન થઈ રહેલ છે. જે બંધ થવું જોઈએ અને તાપી જિલ્લામાં આવેલ પ્રોજેકટોમાં સ્થાનીક આદિમ આદિવાસીઓ ને આપવામાં આવેલ સંવિધાનીક અધિકારો મુજબ હકક અધિકારો આપવામાં આવતા નથી. તેની તટપ્થ તપાસ કરાવી ન્યાય માટેની માંગણી કરીએ છીએ. સદર પ્રોજેકટ માટે કરવામાં આવેલ એમ.ઓ.યુ. રદ કરી જેતે ગ્રામ પંચાયતોને અને અસરગ્રસ્ત ગ્રામપંચાયતોને લેખીત જાણ કરાવાની માંગણી કરીએ છીએ. જો તેમ કરવામાં નહી આવે તો અસરગ્રસ્ત ગામો તથા અનુસૂચિત ક્ષેત્રોના રહેવાસીઓ ચૂટણીઓનો સામુહિક બહિષ્કાર કરશે. તેની ગંભીર નોંધ લેવા વિનંતી. ૨. અગાઉની સરકાર દ્વારા ૮ કી.મી.નો પ્રતિબંધીત જમીન ખરીદીનો કાયદો રદ કરી આદિવાસીઓના જમીન સંપતિ, સાંસ્કૃતિ ધરોહર અને સમાજ જીવનની અસ્તવ્યસ્ત કરી નાખતો શોષણને પ્રોત્સાહન આપતો કાયદો સદત્તર બંધ કરી ૮ કી.મી.ના પ્રતિબંધીત જોગવાઈઓનું પુનઃસ્થાપન થાય અને સદર રદ થયેલા કાયદા હેઠળ ખરીદવામાં આવેલ પુનઃ મૂળ માલિકને સુપ્રત કરવાની માંગણી કરીએ છીએ.
૩. હાલની પરિસ્થિતી પહેલા અનુસૂચિત વિસ્તારોમાં દેશના વિકારના નામે સ્થાપિત થયેલા સરકારી કે ગેરસરકારી મહેકમોમાં આદિવાસીઓની સામુહીક ભાગીદારી સુનિશ્ચિત કરવાની માંગણી કરીએ છીએ. અનુસુચિત વિસ્તારમાં બનાવામાં આવેલ ડેમોનું પાણી સ્થાનીકોને પીવા તથા સિંચાઈ માટે પ્રાથમિકતા આપવાની માંગણી કરીએ છીએ. સ્થાનિક રહેવાસીઓની પુર્તતા કર્યા બાદ જ અન્ય વિસ્તારોને પાણીની સપ્લાઈ આપવાની અનુમતિ આપવા માંગણી કરીએ છીએ.
૪. ગુજરાત રાજયમાં આવતા તમામ મહેકમોમાં વર્ગ–૩ અને વર્ગ–૪ ની ભરતી પ્રક્રિયામાં અનુચિત જનજાતિઓને સરકારશ્રીના ધારા ધોરણ મુજબ પ્રતિનિધિત્વ ૧૫% રાજય સ્તરે હોવું જોઈએ. તે જળવાતુ નથી. જેથી જિલ્લાવાર પ્રતિનિધીત્વની જોગવાઈઓને લીધે સદર અમલવારી થતી ન હોય તેની પુનઃસમીક્ષા કરી રાજય સ્તરે વર્ગ–૩ અને વર્ગ-૪ન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનું તથા રોપ્ટર એકટ બનાવી ચુસ્ત પણે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાની માંગણી કરીએ છીએ. વધુમાં આપનું ધ્યાન દોરવાનું કે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનાં પ્રાવધાનો હોવા છતાં ધ્યાનમાં આવેલ છે કે, આદિમ આદિવાસી સમાજના અસરગ્રસ્તોને નામે ભરતી થયેલા લોકોને બંધારણીય જોગવાઈઓ સામે ખોટી રીતે ગેરકાયદેસર બતાવી આદિવાસીઓના હકક અધિકારો સામે પડયંત્ર કરી આદિમ આદિવાસીઓનો વિકાસ રૂંધવાની પ્રવૃતિ કરનારા (કાકરાપાર એટોમેટીક પાવર પ્રોજેકટ, થર્મલ પાવર સ્ટેશન ઉકાઈ, ગેટકો વડોદરા, થર્મલ પાવર સ્ટેશન ગાંધીનગર તથા ગુજરાત સરકારના અન્ય મહેકમોની રીર્ઝવ વૈશન પોલિસીની તપાસ કરી સરકાર દ્વારા શ્વેત પત્ર બહાર પાડવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.
૫. સસ્તા અનાજની દુકાનો તથા સ્થાનિક વેપારી વર્ગ દ્વારા આદિવાસીઓ સાથે ખરીદ વેચાણ કરતી વખતે વજન ઓછુ આપી શોષણ કરવામાં આવે છે અને તેના બિલો પણ આપવામાં આવતા નથી. તેની સામે લેવડ–દેવડ સરકારશ્રીના ધારાધોરણ મુજબ તોલમાપ તથા બિલ આપવા માટેનો ઠરાવ પાસ કરવામાં આવે છે.
૬. આદિવાસીઓને જાતિ અને આવકના દાખલાઓ મેળવતી વખતે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને ખર્ચાળ પણ છે. જેથી તેઓને દાખલાઓ જેતે ગ્રામ પંચાયતમાં જ વિનામૂલ્યે આપવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવે છે.
૭. અનુચિત વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવેલ ટોલબુથો દ્વારા સ્થાનિક આદિમ આદિવાસીઓ પાસેથી ગેરકાયદેસર વસુલાત સદંતર બંધ કરવાની માંગણી કરીએ છીએ. અને તાપી જિલ્લામાં સ્થાપિત ટોલ બુથ ખાતે કોઈપણ જાતના નિતિ નિયમો કે ધારા-ધોરણો બતાવ્યા વગર સૌથી ઊંચા દરે ટોલ વસુલવામાં આવે છે. તેની સમિક્ષા કરી દર નકકી કરવાની માંગણી કરીએ છીએ. (દા.ત. એક્ષપ્રેસ-વે પર ૯૩.૧ કિ.મી.ના ૯૬ રૂપિયા એક તરફના વસલે છે જયારે હજીરાથી માંડળ ટોલ પ્લાઝા ૯૭ કિ.મી.ના ૨૯૦ રૂપિયા એક તરફના વસુલે છે.) એક્ષપ્રેસ વે પર અંતર પ્રમાણે ટોલ વસુલવામાં આવે છે. તો શું આ હજીરા થી માંડળ ટોલ પ્લાઝા પર આદિવાસી વિસ્તાર આવેલ છે તો શું તેને લુંટવા માટેનું આ કૃત્ય કરવામાં આવે છે.
૮. હાલમાં ૦૫-૦૭-૨૦૨૧ ના રોજ બાદ પોલિસ વિભાગ દ્વારા દરેક ગામમાં બે થી ત્રણ વાર ગામોમાં જઈ કોરા રજીસ્ટરો પર ગામ લોકો તથા ગ્રામજનો નિતનવા મુદ્દાઓ મુકિ સહીઓ કરાવવામાં આવે છે. તે સદંતર બંધ થવું જોઈએ. અને તેને લઈને ગામ લોકોમાં ભયના માહોલ ઉભો થયો છે અને લોકોના મન માં નિતનવા મુદ્દાઓ અને વિચારો ચર્ચાના સ્થાને ઉપસ્થિત થય છે. સદર પ્રવૃત્તિ બંધ થવી જોઈએ અને ગામ આગેવાનો તથા ગ્રામજનો ની સહીઓનો દૂર ઉપયોગ ના થાય તેવી માંગણી કરીએ છીએ. વધુમાં આપને જણાવવાનું કે સિડયુલ વિસ્તારમાં વસ્તા આદિમ આદિજાતીના લોકો સ્વંયમ શિસ્તમાં જીવવા વાળા લોકો છે તેઓ મહદ અંશે સરકાર દ્વારા અમલવારીમાં મુકાતા કાયદાઓથી અજાણ હોય છે અને પોતાના જીવનનિવાહ માટે પોતાના ખાનગી વહાનો પર આજીવીકાઓ માટે ફરતા હોય છે. તેઓ પાસે નિતનિયમો બતાવી કાયદેસર ગેરકાયદેસર વસુલાત કરવામાં આવે છે. જે સદંતર બંધ થવી જોઈએ. તેવી માગણી કરીએ છીએ. આ બાબતે આગેવાનો સાથે મિટિંગો કરવામાં આવે અને તેઓને માહિતી આપ્યા બાદ જ મિટિંગો કરવી.
૯. ભારતીય સંવિધાનમાં અનુસુચિત જનજાતિની જગ્યા પર આદિવાસી શબ્દોનો ઉમેરો કરવા માંગણી કરીએ છીએ.
10. આદિવાસીઓ ઉગ્ર આંદોલન કરે નહીં ત્યાં સુધી તેઓની વ્યાજબી માંગણી પણ સંતોષવામાં આવતી નથી. અને આદિવાસીઓની સાચી ફરીયાદ હોવા છતાં તેઓની ફરીયાદને નજરઅંદાજ કરવામાં આવે છે. અને આદિવાસીઓની સામે કોઈપણ ખોટી કે ઉપજાવી કાઢેલી ફરિયાદો પર તાત્કાલીક પગલા ભરવામાં આવે છે. જે સમાન રીતે મુલવવામાં આવે અને ભેદભાવ પૂર્વ નિતિઓનો વિરોધ કરી ભેદભાવ રહીત શાર્સન પ્રશાસનમાં ન્યાય કરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.
૧૧. સરકાર કોમન સિવિલ કોર્ટ લાવવા માંગે છે તેના દ્વારા આદિવાસીઓને હાલમાં (૧) હિંદુ વારસાઈ ધારો તથા હિંદુ લગ્નધારો લાગુ પડતો નથી જેથી સમાન સિવિલ કોર્ટ થકી આદિવાસીઓની ઓળખ ભૂંસાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય તેમ હોય લાગુ કરતાં પહેલાં સિડયુલ એરિયામાં સદર કાયદાની અમલવારી ન થાય તેવી લાગણી છે.
૧૨. સિડયુલ એરિયામાં આવતા તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકે આદિવાસી ભવનનું નિર્માણ થાય અને તેમાં લાઈબ્રેરી, ઈન્ટરનેટ, અને ઉચ્ચપદો માટેની (આઈ.પી.એસ., આઈ.એ.એસ., આઈ.આર.એસ.) જેવી સ્પર્ધાત્મક પરિક્ષામાં ભાગ લઈ શકે તે મુજબની તૈયારીઓ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગણી કરીએ છીએ.
ઉપરોકત મુદ્દાઓને ગંભીરતા પુર્વક ધ્યાનમાં લઈ સિડયુલ વિસ્તારોમાં સ્વંયમ સંચાલિત વ્યવસ્થા ઉભી કરવા તથા તેઓને ભય મુકત જીવન જીવવા ની આઝાદી કાયદાઓ અનુસાર મળેલ છે. તે રીતે જીવવા દેવા તથા તેઓની સાંસ્કૃતિક ધરોહાર સમાન ધરતીમાં, સંસ્કૃતિ, પરંપરાઓ અને રૂઢિઓ મુજબનું જીવન જીવવાની અનુમતિ આપવી તથા તેઓનું ધાર્મિક, શારિરીક, વ્યવહારીક અને માનસિક શોષણ અટકાવવા માટેની માંગણી કરીએ છીએ. જેથી દેશનો માલિક લાચારીમાં અન્ય સમાજો જેવું જીવન જીવવા માટે મજબૂરના બને તેનું ધ્યાન રાખવા અને રક્ષણ આપવાની માંગણી કરીએ છીએ