શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
સમગ્ર ગુજરાતના અનેક જીલ્લાઓમાં વાતવરણ માં આવેલ અચાનક પલટો જગતના તાત ખેડૂત માટે માથાનો દુખાવો સમાન બન્યું છે, વલસાડ, સુરત, નવસારી, તાપી, ભરૂચ, સહીત અનેક જીલ્લામાં ત્રણ દિવસ થી માવઠું પાડવાની ઘટનાએ વાતાવરણમાં ઠંડી વધી જવા પામી છે.
નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જે ગ્લોબલ વોર્મિંગમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, એના કારણે જે ખેડૂતો ખેતી કરે છે, તેમનાં ઉભા પાકને વ્યાપક નુકશાન થવા પામ્યું છે, જેમાં તુવેર, કપાસ, લીલી શાકભાજી જેવા પાકો સાથે ફળાઉ ઝાડો ને પણ ખૂબ જ નુકસાન થયું છે, અને હજુ પણ ત્રણથી ચાર દિવસ કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે, અને ગત રોજ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ નુકસાનનું વળતર આપવા કરી છે જાહેરાત:
આ પ્રસંગે તમામ ભાઈઓ બહેનોને સરપંચ પરિષદ ગુજરાત, નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઇ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું, કે જે ગ્લોબલ વોર્મિંગમાં જે હવામાનમાં જે પરિવર્તન થઇ રહ્યો છે, દિવસે ને દિવસે એને અટકાવવા માટે તમામ ભાઈઓ બહેનો દરેક વ્યક્તિદીઠ પોતાના ઘરના આંગણે અથવા આપણા વાળામાં ખેતરમાં કે સોસાયટીમાં એક વૃક્ષ વાવો અને તેનું જતન કરો કે જેથી કરીને આવનારા દિવસોમાં આપણી જે આવનારી પેઢી છે એ આ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી શકિએ, અને જે પ્રદુષણ દિવસેને દિવસે વાતાવરણમાં વધતું જ જાય છે અને બને એટલુ ઓછુ પ્રદૂષણ થાય તેની પણ આપ સૌની જવાબદારી છે.
Nice