શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
પ્રાથમિક શાળા વાગલખોડ ના પાંચ વિદ્યાર્થીઓને પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળશે;
પ્રાથમિક શાળા વાગલખોડનાં મુખ્ય શિક્ષકશ્રી કાલિદાસ રોહિત આવ્યા નિરાધાર બાળકોની વહારે;
ગુજરાત સરકારની પાલક માતા-પિતા સહાય યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા વિદ્યાર્થીને દર મહિને આ યોજના અંતર્ગત ત્રણ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે, ત્યારે અત્રેની વાલિયા તાલુકાની પ્રાથમિક શાળા વાગલખોડ ના કેવિનભાઈ રણજીતભાઈ વસાવા ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા, તેમના પિતા કેન્સરમાં અને માતા એક્સિડન્ટ માં મૃત્યુ પામતા, આ બાળક શિક્ષણ વગર ગામમાં ફરતા હતા,જેથી ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કાલિદાસ રોહિતે તેમના દાદા ને મળી ને જણાવ્યું કે કેવીન આપણી અત્રેની પ્રાથમિક શાળામાં દાખલ કરી દઈએ પછી શિક્ષક શ્રી કાલિદાસભાઈ રોહિત અને તેના દાદા રામુભાઈ સાથે ઉપરોક્ત શાળામાં સર્ટી લેવા જતા ફી ભર્યા વગર સર્ટિ ના આપ્યું, અને દાદા સાથે મળી ફી ની વ્યવસ્થા કરી ફી ભરી લાવી પ્રાથમિક શાળામાં દાખલ કર્યા, ત્યારબાદ ભરૂચ સમાજ કલ્યાણ ખાતે પાલક માતા- પિતા યોજનામાં ફોર્મ ભર્યું તેમની અન્ય બે બહેનો હાઈસ્કૂલમાં ભણતી હોવા છતાં પણ કાલિદાસ રોહિત બંને બહેનો પણ ફોર્મ ભરી સમાજ કલ્યાણ ભરૂચ ખાતે મોકલી આપ્યા હતા, અને સમાજ કલ્યાણ ભરૂચ દ્વારા ત્રણ મહિનાની એક સાથેની રકમ ત્રણે બાળકોને નવ નવ હજાર લેખે ૨૭ હજાર રૂપિયા આ પાલક દાદા ને મળતા તેમની આંખોમાં ખુશીના આંસુ સરી આવ્યા હતા, અન્ય બે બાળકો પણ વાગલખોડ શાળાના હોય તેમને પણ ૩ મહિને ત્રણ હજાર રૂપિયા સહાય અપાવેલ છે, આ સહાય યોજનામાં ભરૂચના સમાજ કલ્યાણ ઓફિસર પ્રશાંતભાઈએ ઉમદા સહકાર આપી બાળકો ના કામો પરિપૂર્ણ કરી સહાય અંગેની કામગીરી પૂર્ણ કરી હતી તેમજ શાળાના શિક્ષક જશુબેન વિનાબેન પણ મદદ કરી હતી કે શિક્ષકો બંને બહેનો તથા પ્રશાંતભાઈ નો આભાર માન્યો હતો અને સરકારની આ યોજના ખુબ સરસ છે એમ જણાવ્યું હતું.