
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
દેડીયાપાડા તાલુકાના મંડાળા પ્રાથમિક શાળા ખાતે બીજી ઓક્ટોબર ગાંધીજયંતિ તેમજ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગનો કાર્યક્રમ યોજાયો હતો, તેમજ આંગણવાડીની બહેનો એ વંદે ગુજરાતનાં માધ્યમથી ટીવી સ્ક્રીન પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો સ્વચ્છતા અંગેનો કાર્યક્મ નિહાળ્યો હતો, તેમજ ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ સહિતના ઉક્ત કાર્યક્રમના કરાયેલાં સીધા પ્રસારણનું ઉપસ્થિત કિશોરીઓ,માતાઓ અને મહાનુભાવોએ પ્રસારણ નિહાળી મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાયેલું માર્ગદર્શન મેળવ્યું હતું,રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડવોશીંગના યોજાયેલા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના નિયત ૮૪ સ્થળોએ ૮૪૦૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો, તેમજ મંડાળા પ્રાથમિક શાળામાં આંગણવાડીની બહેનો માટે સ્વછતા અભિયાન અંતર્ગત હૅન્ડવૉશ, કીટ વિતરણનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો, તેમજ ગામની કિશોરીઓને તેમજ બહેનોને પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા, તેમજ હેન્ડ વોશીંગ કેમ કરવું તેનું નિદર્શન કિશોરીઓ પાસે કરાવ્યું હતું, આ પ્રસંગે ડુમખલનાં તલાટી ક.મંત્રીશ્રી મગનભાઈ વસાવા, ICDS દેડીયાપાડા આંકડાકીય મદદનીસ શ્રી.પાચીયાભાઈ વસાવા તેમજ ખાબજી, મંડાળા, ગારદાનાં આંગણવાડી કાર્યકરો તેમજ ગામની કિશોરીઓ,માતાઓ અને મહાનુભાવો હાજર રહી સ્વછતા અભિયાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.