
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,
MSMEs માટે કાર્યકારી મૂડીની ઍક્સેસ:
કાર્યકારી મૂડીની પહોંચ સહિત કોવિડ-19 રોગચાળાની નાણાકીય અસરનો સામનો કરવા માટે સરકારે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઘણી પહેલ કરી છે. આમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) – મહત્તમ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 25 લાખ, જેમાં મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે.
- ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) – મહત્તમ 85% ગેરંટી રૂ. 200 લાખની ક્રેડિટ સુવિધા સુધી વિસ્તૃત છે. ટર્મ લોન અને કાર્યકારી મૂડી બંને માટે. 2022-23ની બજેટ જાહેરાત મુજબ, ધિરાણના વધતા પ્રવાહને સરળ બનાવવા માટે, રૂ. 2લાખ કરોડની આ યોજના હેઠળ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને વધારાની ક્રેડિટ સુવિધા પૂરી પાડવામાં આવશે.
- ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) – MSME સહિત વ્યવસાયો માટે કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન આપવા માટે મે, 2020માં આત્મનિર્ભર ભારત પેકેજના ભાગ રૂપે જાહેરાત કરવામાં આવી હતી. શરૂઆતમાં, ગેરંટીની સ્વીકાર્ય મર્યાદા રૂ. 3 લાખ કરોડ હતી. જે પાછળથી વધારીને રૂ. 4.5 લાખ કરોડ કરાઈ છે. બજેટની જાહેરાત 2022-23 મુજબ, ECLGSને માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી રહી છે જેમાં રૂ. 5 લાખ કરોડના વિસ્તૃત ગેરંટી કવર છે. વધારાના ગેરંટી કવર રૂ. 50,000 કરોડ માત્ર હોસ્પિટાલિટી અને સંબંધિત સાહસો માટે જ ફાળવવામાં આવ્યા છે.
સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય મંત્રીશ્રી ભાનુ પ્રતાપ સિંહ વર્માએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.