
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર વસાવા
ગત દિવસોમાં ગ્રામીણ ટુડે ન્યુઝમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલની અસર: પીડિત પરિવાર પ્રત્યે તંત્રની રહેમનજર:
ગત તા.૦૨-૦૫-૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકા વિસ્તારમાં આવેલ વાતાવરણમાં અચાનક પલટાને કારણે વાવાઝોડા અને ગાજ-વીજ સહિતનાં આવેલ વરસાદ ને કારણે એક મહિલાનું મોત આસમાની આફત, વીજળી પાડવાની ઘટના થી નિપજ્યું હતું, જેમાં મોજે.મુલ્કાપાડા, તા.દેડીયાપાડા ગામના મોગીબેન રાજીયાભાઈ વસાવાનું વીજળી પડવા થી મોત નિપજ્યું હતું. જેમના વારસદારોને કુદરતી આપદાથી મૃત્યુના કિસ્સામાં રકમ રૂ.૪,૦૦,૦૦૦/- સહાયનો ચેક આજ રોજ જિલ્લા પંચાયત નર્મદા પ્રમુખશ્રી. પર્યુષાબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તારાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી. નિતાબેન વસાવા, ચેતરભાઈ વસાવા, તેમજ અન્ય પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી દેડીયાપાડા નાઓએ મુલ્કાપાડા ખાતેનાં અસરગ્રસ્ત મૃતકનાં પતિ રાજીયાભાઈ વસાવાને ચેક સુપ્રત કરેલ છે.