શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
વઘઇ બસ સ્ટેન્ડ ના શૌચાલય માં ગંદકીનું સામ્રાજ્ય, જ્યા જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે:
ડાંગ: ગુજરાત સરકારની નેઇમ છે કે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત… અને ત્યારે ડાંગ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાનું વઘઈ ગામ એ જીલ્લાનું મેઈન પ્રવેશદ્વાર છે, અને વઘઈ ને વેપારી મથક તરીકેનું બિરૂદ આપવામાં આવ્યું છે, પરંતુ વઘઈમાં ગંદકી ને લઈને બિરૂદ આપવામાં આવે તો નવાઈ નહિ, લોકો તોબા પોકારી ઉઠયા છે ત્યારે એસ.ટી.ડેપો ખાતે સત્તાધીશો દ્વારા સ્વચ્છતાના લીરે લીરા ઉડાડી સ્વચ્છતા બાબતે ધ્યાન ન આપતાં જીલ્લામાં પ્રવેશતા પ્રવાસીઓએ વઘઈ ખાતે શૌચાલયના બાથરૂમમાં ગંદકીને જોઈને નીચું જોવું પડી રહ્યું ત્યારે વાત કરવામાં આવે તો શૌચાલયના બાથરૂમમાં દરવાજા પણ તૂટેલા જોવા મળી રહ્યા છે બસ સ્ટેન્ડના જેન્ટસ અને લેડીસ બાથરૂમમાં ગંદકીનાં દ્રશ્યો જોવા મળતાં રાહદારીઓ અને પ્રવાસીઓમાં રોષ ફેલાયો છે અનેક પેસેન્જરો, સ્થાનિક સ્ટાફ દ્વારા આ બાબતે અવાર નવાર મૌખિક રજુઆત કરવા છતાં એસ.ટી.તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. અને માખી, મચ્છરનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે, જેના કારણે દરરોજ અપડાઉન કરતા પેસેન્જરો, વિધાર્થીઓમાં રોગચાળો વકરવાની દહેશત વ્યકત થવા પામી છે.