
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા નાં રાલ્દા બસ સ્ટેન્ડ પાસેથી ૨૦૧.૧૭૦ કિલો ગાંજો ઝડપાયો, ક્યાં પહોંચાડવાનો હતો જથ્થો તપાસનો દૌર શરૂ;
ડેડીયાપાડા પોલીસે સૂકા ગાંજા સહીત રપ,૨૧,૨૦૦/ નો મુદામાલ ઝડપી પાડ્યો;
પ્રાપ્ત માહિતી અનુસાર એ.એસ.વસાવા પો.સ.ઇ. દેડીયાપાડા પો.સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સાગબારા થી દેડીયાપાડા રોડ ઉપર સાગબારા તરફ થી એક સીલ્વર કલરની સ્કોર્પીયો, GJ-23-CA-5 આવતા તેમાં તપાસ કરતા સેલોટેપ વીટાળેલ બંડલો નંગ-૩૯ માં કુલ વજન ૨૦૧.૧૭૦કિ.ગ્રામ સુકા ગાંજાની કિ.રૂ.૨૦,૧૧,૮૦૦/- તથા સ્કોર્પીયો ગાડી GJ-23-CA-5 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/તથા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ. ૯૦૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડા રૂપિયા તે તમામ કુલ કિ.રૂ. રપ,૨૧,૨૦૦/- ના સુકા ગાંજા સાથે આરોપીયો ને ઝડપી પડ્યા હતા.
પકડાયેલ આરોપીઓ:
(૧) મદન જબરારામ રાજપુરોહીંત રહે. નીમ્બાવાસ તા.ભીનમાલ જી.ઝાલોર (રાજસ્થાન ) તથા (૨) જલારામ ભાગીરથ બીઝોઇ રહે.દેવડગામ તા.ભીનમાલ જિલ્લો.ઝાલોર (રાજસ્થાન) તથા (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ આપનાર આરોપી (૪) બાબા રહે.તુની રાજમુરી આંદ્રપ્રદેશ પ્રદેશ તથા વનસ્પતિ જન્ય માદક પદાર્થ મંગાવનાર આરોપી (૫) લાલા રામ ચૌધરી રહે.ભોરડ તા.આહેર જિલ્લો-જાલોર (રાજસ્થાન) નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જે ગુનાની આગળની વધુ તપાસ શ્રી કે.ડી.જાટ પો.ઇન્સ. એસ.ઓ.જી.નર્મદાનાઓએ હાથ ધરેલ છે.