
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
આજે તારીખ ૭ મી નવેમ્બરના રોજ સાંજે ૧૫.૪૦ કલાકે તાલુકા મથક માંગરોળ સહિત આસપાસ વિસ્તારોમાં ભૂકંપનો આંચકો આવતાં લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. અંદાજે ૩ થી ૪ સેકન્ડ ધરતીની ધરાધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપ માંગરોળ, મોસાલી, વાંકલ, ઝંખવાવ, વાડી સહિત અનેક વિસ્તારોની પ્રજાએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જો કે આંચકાની તિવ્રતા વધુ હશે જેને પગલે કાચા મકાનોની માળો પણ ધ્રુજવા લાગી હતી. કેટલાંક પાકા મકાનોમાં ફર્નિચરો પણ ધ્રુજવા લાગ્યા હતા. લોકો ભયને પગલે ઘરોની બહાર નીકળી જઇ ધરતીકંપ થયો હોવાની બુમો પાડતાં અનેક લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે આ ધરતીકપને પગલે કોઈ નુક્શાન થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી.