શ્રોત ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર
માંગરોળ તાલુકાના વરિષ્ઠ પત્રકાર નઝીર પાંડોર કોરોના સામે જંગ હાર્યા:
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ ગામના વતની નઝીરભાઈ પાંડોર સમગ્ર દક્ષિણ ગુજરાતના દરેક અખબારોમાં માંગરોળ,કોસંબા અને ઉમરપાડાનાં વિસ્તારોના પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હતા.દક્ષિણ ગુજરાતના અખબારોમાં પત્રકાર તરીકે છેલ્લાં 35 વર્ષથી નિ:સ્વાર્થભાવે સેવા આપતા હતા તેમજ સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખપદે પણ સેવા આપ્યા બાદ તેઓ હાલ માંગરોળ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખપદે સેવા આપી રહ્યા હતા. તેઓ કોરોના સંક્રમિત થયા હતા જેથી તેમને અંકલેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ કોરોનાને માત આપી શક્યા ન હતાં અને શનિવારે સાંજે તેમનું 57 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું.તેમના મૃત્યુના સમાચારને પગલે પત્રકાર જગતમાં શોકની લાગણી ફરી વળી હતી. આ દુઃખની પળ માં ગ્રામીણ ટુડે ન્યુઝ તેમનાં પરિવાર સાથે છે, રવિવારના રોજ સવારે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
નામ-નઝીરભાઈ પાંડોર, એજ્યુકેશન-ડિપ્લોમાં જર્નાલિસ્ટ
અનુભવ-૧૯૮૨ થી માંગરોળ અને ઉમરપાડા તાલુકાના સમાચારો નીચેનાં વર્તમાનપત્રો માં સમાચારો મોકલતાં હતાં. સંદેશ, ગુજરાત મિત્ર, ગુજરાત સમાચાર, ધબકાર, સામના, ગુજરાત ટુડે, દિવ્ય સંદેશ – સાધ્ય દૈનિક , સુરત ઉદય, ગુજરાત રક્ષા વિકલી જેવાં સમાચાર પત્રોમાં કામ કરી ચૂકયા છે.