શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
મહિલા સામખ્ય નર્મદા કચેરી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ 19 ની મહામારી થી બચવા માટે રસીકરણ બાબતે માહિતગાર કર્યા;
મહિલા સામખ્ય નર્મદા કચેરી દ્વારા ડેડીયાપાડા અને સાગબારા તાલુકાનાં ગામડાઓમાં જે આર પી શ્રીમતી પ્રજ્ઞાબેનના માગૅદશૅન હેઠળ સી આર પી બહેનો દ્વારા સંઘની બહેનોના પોષણ અભિયાનમાં ફોર્મ મુજબની માહિતી લેવડાવી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ 19 ની મહામારીથી બચવા માટે રસીકરણ માટે માહિતી આપવામાં આવી હતી, તેમજ રસી લેવાનાં ફાયદા વિશે સમજ આપી તમામ ને જાગૃત કર્યા હતા, તથા માહિતી કેન્દ્રમાં સરકારી યોજનાની કામગીરી માહિતી સંચાલિકા બહેનો દ્વારા હાથ ધરવામાં આવી હતી .