રાજનીતિ

કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલની વરણી થતા કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામા નો દોર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે

ડાંગમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મુકેશભાઈ પટેલની વરણી થતા કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાની હારમાળા.. પાર્ટીમાં અશંતોષ બહાર આવી રહ્યો હોવાની ઘટના.. 

સાપુતારા: ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે મુકેશભાઈ ચંદરભાઈ પટેલની નિમણુક થતાની સાથે જ ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણેય તાલુકાનાં મહિલા પ્રમુખોએ રાજીનામાં ધરી દેતા જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાતનાં દસ જેટલા જિલ્લામાં સંગઠનમાં ફેરફારો કરી દસ જેટલા નવા પાર્ટી પ્રમુખોની નિયુક્તી કરી હતી. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા મુકેશભાઈ ચંદરભાઈ પટેલને ડાંગ જિલ્લાનાં કૉંગ્રેસ સંગઠન પાર્ટીનાં પ્રમુખ તરીકે નિમણુક કરી જેથી ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ ચંદરભાઈ પટેલની નિયુક્તિ થવાની સાથે જ ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોરની શરૂ થઈ ગયો છે. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત ત્રણે તાલુકાનાં મહિલા પ્રમુખોએ રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. વધુમાં આહવા, વઘઈ,અને સુબીર તાલુકાનાં કોંગ્રેસ સમિતિનાં પ્રમુખોએ પણ રાજીનામાં ધરી દીધા. જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ લતાબેન ભોયે, જ્યારે વઘઇ તાલુકા કૉંગ્રેસ સમિતિનાં મહિલા પ્રમુખ રોશનીબેન આર.સૂર્યા, સૂબિર તાલુકા કૉંગ્રેસ સમિતિનાં મહિલા પ્રમુખ રેખાબેન કૌશિકભાઈ પવાર,સૂબિર તાલુકા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ ગુલાબભાઈ ગાંગુડે, આહવા તાલુકા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ ભરતભાઈ ચૌધરીનાઓએ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિને સંબોધીને રાજીનામુ ધરી દેતા ડાંગ જિલ્લાની કૉંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિમાંથી પાંચ જેટલા રાજીનામાં ધરી દેવાતા જિલ્લામાં કૉંગ્રેસ પાર્ટીમાં મોટુ ભંગાણ પડવાની સાથે આવનાર દિવસોમાં કપરા સમયના એંધાણ જોવાં મળે તો નવાઈ નહી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है