
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા બજાર ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો;
દેડીયાપાડા ખાતે 23 માર્ચ રાત્રીના સમયે અંદાજિત 11 વાગ્યા ની આસપાસ અચાનક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગી હતી, જેમાં દુકાન માલિક સુરેન્દ્રસિંહ રાજપૂત(ગોટુભાઈ) ની ઇલેક્ટ્રોનિક દુકાનમાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી, આગ જોતા આસ પાસના નગર જનો દોડી આવ્યા હતા, પોલીસ જવાનો તેમજ યુવાનો અને નગરજનોએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ દુકાનમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.
રાજપીપળા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું તો હતુ, પરંતુ ઘટના સ્થળ પર સમય પર નહિ પહોંચતા ફાયર ફાયટર આવ્યું ત્યાં સુધી નગરજનો અને પોલીસ તંત્ર દ્વારા આગને ઓલવી દેવામાં આવી હતી, વારંવાર આ પ્રકાર ની ઘટના બનતા સ્થાનિકો ડેડીયાપાડા મથક માંજ ફાયર બ્રિગેડની માંગ કરી રહ્યા છે, જેથી આગજની ઘટનામાં મોટું નુકશાન ટાળી શકાય.