બ્રેકીંગ ન્યુઝ

પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું;

અનેક માંગો સહીતનુ આવેદનપત્ર પ્રાંત અધિકારીશ્રી ને સુપ્રત કરવામાં આવ્યું,

રાજ્યમાં મહિલા સુરક્ષા ચિંતાનો વિષય..!

નર્મદાના અંતરિયાળ વિસ્તારમાં ફાયર સ્ટેશનની વર્ષો જૂની માંગ…. ક્યાં અટકી..? હજુ કેટલાનો ભોગ લેશે તંત્રની બેદરકારી..!

મૂળ નિવાસી અને મૂળ માલિક એવાં આદિવાસીઓ ક્યાં સુધી વિકાસના નામે વિસ્થાપિત કરાશે..? હવે બસ..!

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશ ભરમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવવામાં આવી રહી છે, રાજ્યની સમગ્ર ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ મહિલાઓને સુરક્ષા હોતી નહીં તે પૂરી પાડવામાં આવે જેમકે કેવડીયામાં મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવેલ છે. એમની યોગ્ય તપાસ હાથધરીને ન્યાય આપવા આવે. ભરૂચ જીલ્લાના સરભાણ ગામમાં બાળકીની હત્યા, કામરેજમાં મહિલાની હત્યા, દેડિયાપાડા તાલુકામાં રેપ કેસ જેવા અમાનવીય બનાવો બનતાં હોય છે, તેમજ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગામોમાં અને સાગબારા તાલુકાના ગામોમાં આગ લાગવા ની ઘટના, એવા આગામી વર્ષોમાં પણ આવી અવાર નવાર ધટનાઓ બનેલ છે. ત્યારે ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં આવતા દરેક પંચાયતમાં ફાયર બિગ્રેડની ટીમ મુકવામાં આવે. જેથી લોકોના ઘરો સળગતા બચે અને ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં પાકા રસ્તા ઓનું બાંધકામ તેમજ હોસ્પિટલમાં સારી સુવિધા, દરેક ગામડાઓમાં લાઇબ્રેરી, સારી સ્કુલો, તેમજ વિદેશી દારૂનો ખુલ્લે આમ ચાલતાં ધંધા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં તાપી ડેમ ,નર્મદા ડેમ, કરજણ ડેમ માંથી ખેતી કરવા અને પીવા માટે પાણી આપવામાં આવે. નહેર થકી લોકોને પાણી આપવામાં આવે. પાર તાપી-નર્મદા નદી જોડાણ યોજના થી ડાંગ, ધરમપુર, તાપી, અને નર્મદા જીલ્લાના ગામો વિસ્થાપિત થાય છે. તેથી આ યોજના પર પ્રતિબંધ મુકવામાં આવે. કેમ કે નર્મદા, કરજણ, તાપી (ઉકાઈ), કડાણા વગેરે ડેમોમાં આદિવાસી સમાજના લોકોનું વિસ્થાપન થયેલું છે, જે ઘરના લોકો વિસ્થાપિત થયા છે એ લોકોનું જીવન હજુ સુધી સુધારો થયો નથી. એ વિસ્થાપિત લોકોને સુવિધાઓ તેમજ ન્યાય આપવામાં આવે. જેથી રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગુજરાતના રાજ્યપાલ ને સંબોધીને દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય લોક અધિકાર મંચના નર્મદા જિલ્લાના પ્રમુખ જેસીંગભાઇ વસાવા, તાલુકા પ્રમુખ ડૉ.અશ્વિન વસાવા, સંગઠન મંત્રી અર્જુન વસાવા, મહિલા પ્રમુખ સર્મિલાબેન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है