શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પરિવારથી વિખુટા પડેલ કિશોરનું પુન:મિલન કરાવતી સોનગઢ પોલીસ:
તાપી, સોનગઢ : પોલીસ મહાનિરીક્ષકસા,શ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષક સાશ્રી, તાપી-વ્યારા નાઓ દ્વારા તાપી જિલ્લામાં ગુમા થયેલ બાળકો તથા કિશોરને શોધી કાઢવા કામગીરી કરવા આપેલ સુચના હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક સાહેબસાશ્રી, વ્યારા વિભાગ, વ્યારા નાઓએ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરસા,શ્રી, સોનગઢ પો.સ્ટે નાઓની સીધી સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ સોનગઢ પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન સોનગઢ ગામે બસ સ્ટેશન પાસે એક કિશોર બેસેલ હોય જે ખુબ ટેન્શનમાં આમતેમ ફરી રહેલ છે અને રડી રહેલ હોય જેથી તેની પાસે જઈને તેના સાથે વાત કરી તેનુ નામ ઠામ જાણવા કોશીશ કરતા તેણે કોઇ યોગ્ય પ્રતુત્તર આપેલ નહી જેથી તેને બેસાડી તેના સાથે શાંતિ અને પ્રેમથી વાત કરતા તે અહિં કેમ ફરી રહેલ છે તથા તેના પરિવાર બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય તેથી સૌશીયલ મિડિયા વોટ્સએપ માધ્યમથી તેમજ હ્યુમન સોર્સ નો ઉપયોગ કરી તેના પરિવાર સાથે સંપર્ક કરી તેઓને સદર કિશોર બાબતે પુછતા તેનુ નામ કિશોરકુમાર વિજય યાદવ નુ હોય તથા તે માનસિક અસ્વસ્થ હોય અને આશરે ચારેક દિવસ પહેલા સુરત સ્ટેશન ખાતેથી ગુમ થયેલ હોવાની હકીકત જણાવેલ હોય જેથી સદર કિશોરના પિતા વિજયભાઇ કારૂ યાદવ નાઓને સોનગઢ પો.સ્ટે. ખાતે બોલાવી તેમને તેના દિકરાનો કબજો સોંપેલ છે. આમ, સોનગઢ પોલીસે ચાર દિવસથી પરિવારથી વિખુટા પડેલ કિશોરનું પુન:મિલન કરાવી સરાહનિય કામગીરી કરેલ છે.
સરાહનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:
1. અ.હે.કો. સંદિપભાઇ હિરાલાલભાઇ બ,ન-૩૩૨, સોનગઢ પો.સ્ટે. 2. અ.પો.કો. ગોપાલકુમાર કાળુભાઇ, બ.નં -૭૪૧, સોનગઢ પો.સ્ટેશન નાઓ.
પત્રકાર: કીર્તન ગામીત, તાપી