બ્રેકીંગ ન્યુઝ

પત્રકાર એકતા સંઘઠન ગુજરાતનો પાયો તાપીમાં નંખાયો અને તાપીમાં લૂંણો લાગ્યો: તાપી પ્રેસ કલબની  રચના કરાઈ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

પત્રકાર એકતા સંઘઠન ગુજરાતનો પાયો તાપીમાં નંખાયો અને તાપીમાં લૂંણો લાગ્યો: તાપી પ્રેસ કલબની  રચના કરાઈ: 

આજરોજ વ્યારા સર્કિટ હાઉસ ખાતે તાપી જિલ્લાના પત્રકારોએ ભેગા થઈ પ્રેસ પરિષદની રચના  કરી, જેમાં પત્રકારોની દરેક સમસ્યાના સમાધાન સાથે પ્રશાસન તંત્ર સાથે સંકલન કરી પ્રજાલક્ષી કાર્યો કરવાના સંકલ્પ આજ રોજ ગાંધી જયંતીના દિને  લેવાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત પત્રકારોએ પ્રજા અને તંત્ર વચ્ચે કડીરૂપ બની માહિતી પહોચાડવા સંકલ્પ કર્યો હતો.

અત્રે નોંધનીય છે કે પત્રકાર એકતા સંગઠન જ્યારે સંગઠન કરતા વ્યક્તિને વધુ મહત્ત્વ આપી રહ્યું છે તેના કારણે તાપી જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનથી છેડો ફાડી તાપી જિલ્લાના પત્રકારોએ તાપી પ્રેસ ક્લબની સ્થાપના કરી છે. જેના દ્વારા આવનાર સમયમાં પત્રકારોને પ્રશ્નોને વાચા આપવા અને પ્રજાના હિતમાં કાર્ય કરવા ઉપસ્થિત પત્રકારોએ કટિબદ્ધતા બતાવી હતી.

પત્રકાર એકતા સંઘઠન ગુજરાતનો તાપી જિલ્લામાં પાયો નંખાયો હતો. જેનો આજે બે વર્ષ બાદ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ગાંધી ચીંધ્યે માર્ગે દાંડી યાત્રાએ મીઠાનો લૂણો લગાડયો હતો તેમ તાપી પત્રકારો એકતા સંઘઠનમાં લૂણો લાગ્યો છે. અને ૨૨ વધુ પત્રકારો પત્રકાર એકતા સંગઠનમાંથી છૂટા પડી તાપી પ્રેસ કલબ સંઘઠનની નવી રચના કરવામાં આવી છે.

તાપી જિલ્લામાં આવનાર સમયમાં હજુ વધુ પત્રકારો તાપી પ્રેસ કલબમાં જોડાય તેવી શકયતા નકારી શકાતી નથી.
તાપી પ્રેસ કલબની નવી રચના કરતા પત્રકાર એકતા સંઘઠનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા માજી પ્રમુખ રાકેશભાઈ ચૌધરીની ફેર તાપી પ્રેસ કલબના પ્રમુખ તરીકે સર્વનુંમતે વરણી કરવામાં આવી છે. અને ઉપપ્રમુખ ધર્મેશ વાણીની વરણી કરવામાં આવી છે. મહામંત્રી તરીકે લોકશાહી ઢબે ચૂંટણી કરવામાં આવી હતી, જેમા બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી થઈ હતી જેમા ચિઠ્ઠી વોટીગ કરવામાં આવી હતી. બિંદેશ્રવરી શાહને બહુમતિ મળતા ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ખજાનચી તરીકે સુનીલભાઈ ગામીત ગ્રામીણ ટૂડે ન્યુઝ ની વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે તાપી પ્રેસ કલબના નવ નિયુકત પ્રમુખ રાકેશચૌધરીએ જણાવ્યું હતું કે હવે આપણે સ્વતંત્ર લડાઈ લડવાની છે. આ સંઘઠન આપણું પોતાનું ઘર છે. ભાડાના મકાનમાં કયાં સુધી રહેવું. તાપી પ્રેસ કલબ બધાને જ સત્તા આપે છે. આપણે દરેક પોતાનો મત રજુ કરવા સ્વતંત્ર છીએ,  હુ તો  નિમિત માત્ર છું. એમ પ્રમુખ રાકેશભાઈ ચૌધરી પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું. 
આપણુ સંઘઠન વધુમાં વધુ મજબૂત બને તેવા પ્રયાશો સાથે  બધા જ સભ્યોએ  પ્રયત્નશીલ રહેવું પડશે, એમા જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું છે.

પત્રકારએ દેશની ચોથી જાગીર કહેવાય છે સમાજમાં થઈ રહેલા દરેક ઘટનાને છેવાડાના માનવી સુધી પહોંચાડવી, સરકારી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયની જાણકારી જાહેર જનતા સુધી પહોંચાડવી. અને ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવા ની સાથે સમાજમાં જ્યારે પણ કોઈ કાયદા વિરુદ્ધ કામ થઇ રહ્યું હોય ત્યારે તંત્રને તે તરફ ધ્યાન દોરવા નું કામ પત્રકારો કરતા હોય છે. પત્રકારો અનેક ઘટનાનું કવરેજ કરવા પોતાના જીવના જોખમે પણ માહિતી ભેગી કરે છે અને સત્યને ઉજાગર કરે છે. ત્યારે પત્રકારોના હિતને ધ્યાનમાં રાખી આજરોજ તાપી જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે, તાપી જિલ્લા ના પત્રકારોના હિતમાં તાપી પ્રેસ ક્લબની સ્થાપના કરવામાં આવી જેમાં લોકશાહી ઢબે ચૂંટણી દ્વારા નવા હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા, ત્યારબાદ બધા પત્રકારો ભેગા મળી આવનારા દિવસોમાં તાપી પ્રેસ ક્લબ દ્વારા સ્થાનિક પ્રશાસન તંત્ર સાથે મળી તાપી જિલ્લામાં પત્રકારો અને જાહેર જનતાના હિતમાં નિર્ણય લેવાનો સર્વ પત્રકારોએ સંકલ્પ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है