
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નિર્ભયા ટીમે શાળા – કોલેજ બહાર ફરતા કેટલાક રોમીયો ને પકડી ઉઠ – બેસ કરાવી માફી મંગાવતા રોમીયોમાં ફફડાટ મચી જવાં પામ્યો!
નર્મદા જિલ્લા નિર્ભયા ટીમ ની ચાલુ વરસાદે શાળા-કોલેજ બહાર ફરતા રોમિયો પર બાઝ નજર;
નિર્ભયા ટીમ ની બાજ નજર થી કેટલાક શેક્ષણિક સંકુલો માં આંટાફેરા મારતા રોમિયો માં ભય નો માહોલ;
રાજપીપળા: લાંબા સમય બાદ નર્મદા જિલ્લામાં શાળા કોલેજ ખુલ્લા મુકાયા છે, ત્યારે ચાલુ શાળા, કોલેજ બહાર આંટા ફેરા મારી ક્યારેક અભ્યાસ કરતી દીકરીઓની છેડતી સહિતના બનાવ ન બને તે માટે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ ખાસ નિર્ભયા સ્કોડ ની રચના કરી છે. અને હાલ નિર્ભયા ની નિર્ભય બહેનો દરેક શાળા, કોલેજ બહાર દીકરીઓની ખાસ સલામતી માટે સતત તૈનાત છે.અને હાલ પડી રહેલા વરસાદ માં પણ આ પોલીસ બહેનો અભ્યાસ કરતી બહેન દીકરીઓ ની સુરક્ષા માટે કામ કરી રહી જોવા મળી, જેમાં દરેક શાળા- કોલેજ ઉપર આંટાફેરા મારતા રોમિયો ને પકડીને બરાબર પાઠ ભણાવી રહી છે, તેમજ રાજપીપળા ની કેટલીક શાળાઓ બહાર વગર કામના આટા ફેરા મારતા કેટલાક યુવાનો ને ઉઠક – બેઠક કરાવી કે અન્ય રીતે ઠપકો આપી માફી મંગાવતા આવા રખડતા રોમીયો માં ફફડાટ જોવા મળ્યો હતો, જેમાં મુખ્ય ઇન્ચાર્જ પી.એસ.આઈ કે.કે પાઠકની ખૂબ મહત્વની ભૂમિકા જોવા મળી છે, કેમ કે પીએસઆઇ પાઠક નિર્ભયા સ્કોડ ના લીડર છે, તેમના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થતી હોય તેઓ દીકરીઓની સલામતી માટે કડક છાપ ધરાવે છે, આવા પ્રશંસનીય કામગીરી બદલ આજે નર્મદા જિલ્લામાં નિર્ભયા ટીમને લીધે શાળા કોલેજ જતી બહેન દીકરીઓ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરી રહી છે.