
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સોરાપડા ગામે યુવાનની આત્મહત્યા:
આદીવાસી વિસ્તારોમાં વધતા જતાં આત્મહત્યાના બનાવો ચિંતાનો વિષય;
પોલિસ દફતરે આત્મહત્યા ના અનેક કિસ્સા અગમ્ય કારણોસર મોત તરીકે નોંધાયા છે, પરંતુ તેના કારણો કેમ પ્રકાશ માં આવતા નથી ?
નર્મદા જીલ્લા માં વધુ એક યુવાને ઝેરી પદાર્થ ખાઇ ને પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે આદીવાસી બહુમતી ધરાવતા નર્મદા જીલ્લામાં આદિવાસીઓ કમોતે આત્મહત્યાઓ કરીને મોત ને ભેટી રહ્યા છે,અવાર નવાર આવા કિસ્સાઓ બનતા હોય છે અને તેમાંથી કેટલાક પોલીસ દફતરે નોંધાય છે, તો કેટલાક તો નોંધાતા પણ નથી ! જે કિસ્સા ઓ પોલીસ દફતરે આવે છે તેની તપાસ માં મોતનું ખરું કારણ જાણવાનું ભાગ્યેજ જોવા મળતું હોય છે. આત્મહત્યા અગમ્ય કારણોસર કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાય છે !
દરેક આત્મહત્યા કરવા પાછળ કોઈ કારણ તો હોયજ અને એ સ્વાભાવિક છે, કોઈ વિના કારણોસર પોતાની જીવનલીલા કેમ સંકેલે ?? આદીવાસી સમાજ માં આત્મહત્યા ના કિસ્સાઓ વધી રહ્યા છે, આવું કેમ બનેછે એ બાબતે હવે આદીવાસી નેતાઓ સહિત સમાજ જાગૃતિ કેળવે એ જરૂરી છે.
સાગબારા તાલુકાના સોરાપાડા ગામ ખાતે રહેતા 17 વર્ષીય વિપુલ સુલતાનભાઈ વસાવા નામના એક યુવાને પોતાના ઘર માં ઝેરી પદાર્થ ખાઇ ને તા 27 મી ના રોજ આત્મહત્યા કરી હતી . પરિજનો એ આ યુવાન ને સારવાર અર્થે સાગબારા સી. એચ.સી.સેન્ટર સારવાર માટે દાખલ કર્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સરકારી દવાખાના માં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસ આત્મહત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પણ શું આ કાર્યવાહી પૂરતી છે ??