શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા તાલુકાના કોલીવાડા પણગામ ગામે ખાડીએ છોકરાને નહાવા લઈ જવાનાં ઝગડામાં એક વ્યક્તિને પાંચ વ્યક્તિઓએ લાકડીના સપાટા મારી ફેક્ચર કરતાં પાંચ આરોપી વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નર્મદા: દેડિયાપાડા તાલુકાના કોલીવાડા પણ ગામ ગામે છોકરાને ખાડી નાહવા લઈ જવાની બાબતે છોકરાને બે તમાચા મારતાં કોલીવાડા પણગામના પાંચ વ્યક્તિઓ એ એક વ્યક્તિને લાકડીના સપાટા મારી ફેક્ચર કરતાં પાંચ આરોપી વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દેડીયાપાડા તાલુકાના કોલીવાડા પણગામ નો ફરિયાદી દિનેશ નાનીયાભાઈ વસાવા રહે. કોટવાલ ફળિયું કોલીવાડા પણગામ આરોપી મિથુન ધનાભાઇ વસાવા રહે. કોલીવાડા પણગામ ફરિયાદી ના છોકરો મનિષભાઈને ખાડીએ નાહવા સારૂં લઈ ગયો હતો જેથી આ બાબતે ફરિયાદીએ મિથુનભાઈને ઠપકો આપી ગાલ પર બે તમાચા મારેલા હતા જે બાબતની અદાવત રાખી આરોપી ધનાભાઇ મોહન ભાઈ વસાવા, મિથુન ધનાભાઇ વસાવા, નટવર મોહન વસાવા, રાકેશભાઈ ખાનસીગ વસાવા ચારેય રહે. કોલીવાડા પણગામ તા. દેડિયાપાડા જિ. નમૅદા મિથુન પ્રથમભાઈ વસાવા રહે. નેત્રંગ જિ. ભરૂચ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી હાથમાં લાકડીઓ લઇ ફરિયાદી દિનેશ નાનીયાભાઈ વસાવાના ખેતરે આવી ફરિયાદીને આરોપીઓ કહેવા લાગેલા કેમ તમે મારા છોકરાને બે તમાચા માયા હતાં તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી તેના હાથમાનો લાકડીનો એક સપાટો ફરિયાદીને મારવાં જતાં ફરિયાદીએ પોતાનો બચાવ કરતાં ડાબો હાથ આગળ કરતાં ડાબા હાથમાં લાકડીનો એક સપાટો વાગતા ફરિયાદી નીચે પડી જતાં તમામ આરોપીઓ ભેગા થઈ ફરિયાદીને લાકડીના સપાટા મારી ફરિયાદીના ડાબા હાથમા ફેક્ચર કરી શરીરે સામાન્ય ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યો તે બાબતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં દિનેશ ભાઈ નાનીયાભાઈ વસાવાએ પાંચેય આરોપીઓ વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તેમના વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. અજય ડામોર કરી રહ્યા છે.