બ્રેકીંગ ન્યુઝ

દેશની સર્વોચ્ચ અદાલતનો સરકારને CCTV કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો લગાવવા બાબતે સુપ્રીમ આદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

દેશની સર્વોચ્ચ અદાલતનો સરકાર ને CBI, NIA, ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યાલયોમાં CCTV કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો હજુ સુધી શા માટે નથી લગાવ્યા?  

દિલ્હી; દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી સીબીઆઈ, એનઆઈએ અને ઈડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના કાર્યાલયોમાં સીસીટીવી કેમેરા શા માટે નથી લાગ્યા તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ સરકાર આ મામલે પગ પાછા ખેંચવા પ્રયત્ન કરી રહી હોવાનો સુપ્રીમ કોર્ટે ફટકાર પણ વરસાવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તમામ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારોને આગામી 5 મહિનામાં દેશના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો લગાવવા આદેશ આપ્યો છે. ઉપરાંત કેન્દ્ર સરકારને 3 સપ્તાહ અને રાજ્ય સરકારોને એક મહિનાની અંદર સોગંદનામુ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે. 

સદર સોગંદનામામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે થનારો ખર્ચ અને કોર્ટના નિર્દેશોનું પાલન કરવાની ટાઈમલાઈન જણાવવા પણ કહેવામાં આવ્યું છે. જસ્ટિસ આર.એફ. નરીમનની અધ્યક્ષતાવાળી પીઠે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાને આ બાબતને નાગરિકોના મૌલિક અધિકારો સાથે સંકળાયેલો મુદ્દો કહ્યો હતો. 

વધુમાં ચૂંટણી હોય તે રાજ્યોના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના આદેશમાં હાલ પૂરતી છૂટ આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है