
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
- નર્મદા જિલ્લાની ધો-૧૦ અને ધો.૧૨ ની શાળાઓ પુન:શરૂ કરાઇ:
– દેડીયાપાડા ની શ્રી.એ.એન.બારોટ વિદ્યાલય ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ સાંસદ શ્રી મનસુખ વસાવા દ્વારા લીલી ઝંડી આપી શુભારંભ કરાયો:
– કોરોના મહામારીના કારણે ઘણા સમયથી બંધ સ્કૂલો સમયની માંગ સાથે સરકારે ચાલુ કરવાના આ નિર્ણયને વિદ્યાર્થીઓએ આવકાર્યો:
કોવીડ-૧૯ ની મહામારીને કારણે શાળાઓ બંધ હતી પરંતુ શિક્ષણ નહી જે અન્વયે આજે રાજય સરકારની માર્ગદર્શિકા મુજબ આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ-૧૦ અને ધોણ-૧૨ ની શાળાઓ પુન:શરૂં કરાઇ છે ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાની શ્રી એ.એન.બારોટ હાઇસ્કુલ ખાતે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા ઉપસ્થિત રહીને શાળાના બાળકોને આવકાર્યા હતાં.
શિક્ષણ વિભાગની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનો અમલ કરી શાળાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓને કોવીડ-૧૯ ની મહામારી સામે ઝઝૂમવા માટે અને શિક્ષણ પ્રત્યેની લગન માટે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા હતા તેની સાથોસાથ શાળામાં પ્રવેશ આપ્યા બાદ વર્ગ ખંડમા એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડીને સરકારની માર્ગદર્શિકા મુબજ સોશિયલ ડિસ્ટનસીંગ, માસ્ક અને સેનીટાઇઝેશનની વ્યવસ્થા સાથે નિયમોનું પાલન કરી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. નર્મદા જિલ્લાની ધો-૧૦ અને ધો.૧૨ ની ૧૩૦ શાળાઓમાં ૫,૫૭૫ વિદ્યાર્થીઓ શાળામાં આજે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે નર્મદા શિક્ષણ વિભાગના ઇ.આઇ. ડી.બી. વસાવા, સામાજિક કાર્યકર રણજીત ટેલર, સોમજીભાઈ વસાવા, શાળાના આચાર્યશ્રી વાય.પી.ભલાણી સહિત શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.