બ્રેકીંગ ન્યુઝ

દેડીયાપાડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવવાની સંભવના: હવામાન ખાતાએ આપ્યું ઍલર્ટ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

 દેડીયાપાડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવવાની સંભવના: હવામાન ખાતાની આગાહી: 

આગામી પાંચ દિવસ માટે નર્મદા જિલ્લાના તાલુકાકક્ષાએ મૌસમ પૂર્વાનુમાન જાહેર કરાયું:

આગામી પાંચ દિવસ માં વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ હળવા વરસાદની સંભાવના:

મૌસમ વિભાગ દ્વારા બહાર પડાય સતર્કતાનાં ભાગરૂપે એડવાઇઝરી:  

ભારત મૌસમ વિભાગ દ્વારા મળેલી હવામાનની આગાહી મુજબ દેડીયાપાડા અને ગરુડેશ્વર તાલુકામાં આગામી પાંચ દિવસમાં આકાશ વાદળછાયું રહેશે અને તા. ૧૭ અને ૧૮મી મે ના રોજ હળવા વરસાદની સંભાવના છે. મહત્તમ તાપમાન ૩૭.૮ થી ૪૧.૮ °સે, જયારે લઘુત્તમ તાપમાન ૨૫.૪ થી ૩૩.૩ °સે. આસપાસ રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ ૧૪ થી ૮૩ ટકા વચ્ચે રહેવાની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ રહેશે જેની સરેરાશ ગતિ ૦૮ થી ૩૫ કિ.મી./ક્લાક રહેવાની શકયતા છે.

વાવાઝોડું તૌકતેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે જેથી બધા કૃષિ મિત્રોને સાવચેત રહેવું.

પશુઓને ભારે પવન થી રક્ષણ આપવા માટે મજબૂત શેડમાં રાખો. મરઘાના શેડની આજુ બાજુ શણની બેગ રાખો.

જંતુનાશકો અને ખાતરનો છંટકાવ ન કરો.

લણણીની પેદાશને ખુલ્લા મેદાનમાં છોડશો નહી લણણીની પેદાશોને સુરક્ષિત જગ્યાએ સંગ્રહિત કરવી. 

દરેક વસ્તુ કે જે પવનથી ફૂંકાય અથવા છૂટા થઈ જાય, તેની તપાસ કરો. કેરોસીનનાં ડબ્બા, કેન, કૃષિ સાધનો, બગીચાનાં સાધનો અન્ય ચીજો ઢાંકેલા રૂમમાં સ્ટોર કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है