
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ શ્રીમતી રમીલાબેન વસાવાની અધ્યક્ષ સ્થાને યોજાઈ;
ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવાના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી.
જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમ કે આવક જાવક મંજુર કરવા બાબત, સને ૨૦૨૨-૨૦૨૩ નું બજેટ મંજૂર કરવા બાબત, તેમજ અધ્યક્ષ સ્થાને થી જે રજૂઆત થાય તે બાબતે, ખેત તલાવડી, ચોમાસુ પાણી વહી જતું અટકાવવા, નલ સે જલ યોજના, ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો આગળ આવે, ખેડૂતો છાણીયું ખાતરનો વપરાશ કરે, અને પાણી બચાવવાના ઉપાયો વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ નું લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ ને સ્વછતા અને ઓર્ગેનિક ખેતી, છાણીયા ખાતર નો ઉપયોગ કરવા શપત લેવડાવ્યા હતાં,
આજના સામાન્ય સભા ની બેઠકમાં સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી શાંતાબેન નવલભાઈ વસાવા, તલાટી કમમંત્રી જાદવભાઈ વસાવા, ઉપસરપંચ જયદીપભાઇ વસાવા તેમજ પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.