
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ:
નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતની પેટા-ચૂંટણીમાં ૨ બેઠક પર ૯૦૭૦ મતદારોએ મતદાન કર્યુ
તાલુકા પંચાયતની પેટા-ચૂંટણી સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન
સર્જન વસાવા, નર્મદા: રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલ બેઠકોની પેટા-ચૂંટણીઓ પૈકી નર્મદા જિલ્લામાં (૧) ૨૨-ઝાંક તાલુકા પંચાયત મતદાર મંડળ તથા (૨) ૨-ભાદોડ તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ યોજાઈ હતી.
નર્મદા જિલ્લાની બે તાલુકા પંચાયત ખાતે ૨ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં દેડિયાપાડા ૨૨-ઝાંક તાલુકા પંચાયતમાં બાબદા-૧, બાબદા-૨, ખેડીપાડા-૧, ખેડીપાડા-૨, તાબદા-૧, તાબદા-૨, ઝાંક-૧, ઝાંક-ર, સજનવાવ મતદાન મથકો ઊભા કરાયા હતાં. આ બેઠક પર મહિલા મતદારો ૩૪૪૪ અને પુરુષ મતદારો ૩૫૮૫ આમ કુલ ૭૦૨૯ મતદારોમાંથી ૪૭૩૨ મતદારોએ મતદાન કર્યું છે. અને સાગબારાની ૨-ભાદોડ તાલુકા પંચાયતમાં ખોચરપાડા, ધવલીવેર-૧, ધવલીવેર-૨, ખડકુની, પીરમંડાળા, નાની પરોઢી, ભાદોડ-૧, ભાદોડ-૨ મતદાન મથકો ઊભા કરાયા હતાં. આ બેઠક પર મહિલા મતદારો ૨૯૮૦ અને પુરુષ મતદારો ૨૭૬૮ આમ કુલ ૫૭૪૮ મતદારોમાંથી ૪૩૩૮ મતદારોએ મતદાન કર્યુ છે. આમ નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયતની ૨ બેઠક પર કુલ ૧૨૭૭૭ મતદારોમાંથી ૯૦૭૦ મતદારોએ મતદાન કર્યું છે. તાલુકા પંચાયતની પેટા-ચૂંટણી સંપૂર્ણપણે નિયમોનુસાર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.