શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપના હારેલા ઉમેદવારએ સાગરીતો સાથે મળી પત્રકારને જાહેરમાં માર માર્યો:
તાપી જિલ્લાના પત્રકારો દ્વારા આવેદનપત્ર આપી આ ઘટનામાં સખત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રી અને જીલ્લા પોલીસ વડાને કરી માંગ:
ગતરોજ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના તો ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતાં. ભારતીય જનતા પાર્ટીને તાપી જિલ્લામાં ઐતિહાસિક જીત મળી છતાં પણ ભીમપુરા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારે ત્યાંના સ્થાનિક પત્રકાર અનિલભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં તેમના હાથના ભાગે ફેક્ચર આવ્યું તેના વિરોધમાં આજરોજ પત્રકારોએ તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા એસ.પી ને આવેદનપત્ર આપી દોષી સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી.
પત્રકાર એ સમાજનો આયનો કહેવાય છે સમાજમાં ઘટતી દરેક ઘટના તે તંત્ર અને સમાજ સુધી પહોંચાડે છે, સમાજમાં કોઈ સાથે અન્યાય થાય કે કોઈ પણ હુમલો થાય ત્યારે પત્રકાર યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરે છે, પરંતુ ક્યારેક આવા પત્રકારો પર જ કેટલાક માથાભારે તત્વોએ હુમલો કરતા હોય છે ત્યારે તંત્રની કાર્યવાહી સામે સવાલ ઊભા થતાં હોય છે, વડોદરા માં પત્રકાર ને મારી નાખવાની ધમકી ને બહુ સમય વીત્યો નથી તે વચ્ચે તાપી ની આ ઘટનાએ તંત્ર સામે મોટો સવાલ ઉભો કર્યો છે, ગત રોજ સમગ્ર રાજ્યની જેમ તાપી જિલ્લામાં ભાજપ ને પણ ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં પ્રથમ વખત ઐતિહાસિક વિજય મળ્યો તો ક્યાંક ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોની પણ જીત થઈ હતી. અને ચૂંટણી છે જેમાં હારજીત થતી રહે છે જેમાં ભીમપુરા જિલ્લા પંચાયત ના કોંગ્રેસ ઉમેદવારની બ્રેકિંગ ન્યુઝ ટ્રાયબલ ન્યુઝ અને માય TVના પત્રકારે ચલાવી હતી. જે વિશે ભાજપના ઉમેદવારને ખોટું લાગી આવતા તેમણે અનિલભાઈને જાહેર રસ્તા પર તેમના સમર્થકો સાથે મળી ઢોર માર મારતા અનિલભાઈને હાથે ફ્રેક્ચર થયું હતું અને હાલ તેઓ વ્યારા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે .આ ઘટનાના વિરોધમાં તાપી જિલ્લા પત્રકાર સંગઠનના દરેક પત્રકારોએ ભેગા થઈ આ ઘટનામાં સખતમાં સખત કાર્યવાહી કરવા તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી અને જો આરોપીઓની ધરપકડ ન થઈ તો તાપી જિલ્લાના પત્રકારોએ પ્રતિક ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે, હવે આ ઘટનામાં તંત્ર શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું ? આ પ્રસંગે તાપી જિલ્લાના પત્રકારોએ તંત્રને માંગ કરી છે કે પત્રકારોને રક્ષણ પુરૂ પાડવામાં આવે , જેથી કરીને પત્રકારો પોતાની કામગીરી નીડર અને નિષ્પક્ષ થઈને કરી શકે તો જ સમાજમાં થતી ગેરરીતિઓ ને તેઓ બહાર લાવી સક્સે હવે તંત્ર પત્રકારોની, રજૂઆતને ધ્યાને લઇ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું?