
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારામાં પશુઓના ટોળાનો આતંક વધ્યો સ્થાનિકો અને પ્રવાસીઓ પરેશાન:
દિનકર બંગાળ, ડાંગ : કહેવાય છે કે, ધરતી પરનું સ્વર્ગ એટલે ગુજરાત રાજ્યનો એકમાત્ર ગિરીમથક સાપુતારા. પરંતુ નર્ક બનાવવા માટે કોઈ કસર નોટિફાઇડ એરીયાની કચેરી સાપુતારા એ બાકી રાખી નથી, તેમ પ્રતિત થાય છે. એક બાજુ વિકાસ વિકાસની પીપૂડી વગાડતા અને ઉત્તમ સેવા, સુરક્ષાની તાલ ઠોકતા સ્થાનિક જવાબદાર સત્તાધીશો અને સ્થાનિક અધિકારીઓ થાકતાં નથી અને બીજી બાજુ બેદરકારી, બે-જવાબદારી પણાના દ્રશ્યો જોતા હૃદય કંમ્પી ઊઠે છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ડીજીવીસીએલની કચેરી નજીક આવેલ ગાર્ડનની અંદર પશુઓનું મોટું ટોળું વિહરી રહ્યુ હતું. અને ગાર્ડનના છોડ, ફુલ, પાંદડાને વ્યાપક નુકસાન કરતાના દ્રશ્યો સામે આવતા નોટીફાઇડ એરીયાની કચેરી, સાપુતારાની બેદરકારી સામે આવવા પામી છે. સ્થાનિક ધંધાદારીઓ રોજગારી મેળવતા લોકો, શ્રમિકો પણ કહી રહ્યા છે કે, સાપુતારામાં ઘણા સમયથી પશુઓનું આંતક ખૂબ જ વધી રહ્યો છે. પશુઓ ગમે ત્યારે ગાર્ડનમાં ઘુસી જાય અને તોડફોડ કરી નાખતા હોય, જાહેર રસ્તા પર અથવા જાહેર સ્થળો ઉપર આંતક અને ગંદકી ફેલાવતા હોય છે. જે બાબતે ઘણી ફરિયાદો કરવા છતાં અધિકારીઓના કાન પર ચું નથી થતી.
હાલ તો સાપુતારા ખાતે વધતો પશુઓના ટોળાના આતંકથી સ્થાનિકો, પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અને નોટીફાઇડ એરીયાની કચેરી સાપુતારા દ્રારા પશુઓ પર નિયમન ન કરતા ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.