બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરાયાઃ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન કુમાર 

ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નાગરિકોની સુવિધા માટે જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત, 

તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરાયાઃ

વ્યારા:  તાપી જિલ્લાની ૨૬૬-ગ્રામ પંચાયતોમાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન મતદાન તથા તા.૨૧/૧૨/૨૦૨૧ નાં રોજ મતગણતરી થનાર છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને નાગરિકોની સુવિધા માટે જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

 જે મુજબ તાપી જિલ્લા કક્ષાએ પુરવઠા શાખા, કલેકટર કચેરી, તાપી-વ્યારા-ટેલિફોન નંબર:૦૨૬૨૬-૨૨૪૪૦૧, વાલોડ તાલુકામાં મામલતદાર કચેરી, વાલોડ-ટેલિફોન નંબર: ૦૨૬૨૬-૨૨૦૦૨૧૧, વ્યારા તાલુકામાં શ્રીમતિ આર.પી.ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી તા.વ્યારા જિ.તાપી ટેલિફોન નંબર:૦૨૬૨૬-૨૨૦૧૮૫, ડોલવણ તાલુકામાં મામલતદાર કચેરી, ડોલવણ-ટેલિફોન નંબર:૦૨૬૨૬-૨૫૧૦૧૨, સોનગઢ તાલુકામાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોનગઢ-ટેલિફોન નંબર:૦૨૬૨૪-૨૨૨૪૨૬, ઉચ્છલ તાલુકામાં મામલતદાર કચેરી, ઉચ્છલ-ટેલિફોન નંબર:૦૨૬૨૮-૨૩૧૧૦૫, નિઝર તાલુકામાં સરકારી મોડેલ સ્કૂલ, નિઝર-ટેલિફોન નંબર:૦૨૬૨૮-૨૯૯૫૧૪, કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળા, કુકરમુંડા મોબાઇલ નંબર-૯૩૨૭૬૫૩૮૮૪ નો સંપર્ક કરી શકાશે. તેમ નોડલ અધિકારી, રાજય ચૂંટણી આયોગ અને નિવાસી અધિકારી કલેકટર, તાપી-વ્યારાની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है