શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર ગામીત.
તાપી જીલ્લાનાં વ્યારામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો સતત બીજા દિવસે કોરોના કહેર યથાવત! ડોક્ટર ચૌધરીનો રિપોર્ટ પોઝિટિવ! ડોક્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લખાલી ખાતે ફરજ બજાવતા હતાં: જીલ્લાનાં આરોગ્ય તંત્રની વધી જવાબદારી.
વ્યારા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લખાલી ખાતે તબીબ અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટરને ૨૬/૦૬/૨૦૨૦ ગુરુવારનાં રોજ થી તાવ તથાં અશક્તિની તકલીફ જણાતા સ્થાનિક સારવાર લેવામાં આવી હતી પરંતુ લક્ષણોમાં કોઈ સુધારો નહી આવતાં ૨૭ તારીખનાં રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે કોરોનાની તપાસ અર્થે સેમ્પલ આપવામાં આવેલ. સદર તા.૨૮ નાં રવિવારનાં રોજ કોવીડ-19નો પોઝીટીવ રીપોર્ટ આવતાં તેઓને સારવાર અર્થે જનરલ હોસ્પિટલ, કોવીડ -૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.