
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
આજ રોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન મા પકડવામા આવેલ કુલ 81 ગુનાનો વિદેશી દારુ તથા બીયર ની કુલ બોટલ મળીને નંગ 21687 કુલ કિંમત રુપીયા 19,37,775/- નો વિદેશી દારુ નામદાર કોર્ટ ની પરવાનગી લઈ ને નાશ કરવામા આવ્યો હતો, જેમા રાજપીપળા ડીવીઝન નાયબ પોલીસ અધીક્ષક શ્રી રાજેશ પરમાર
તથા સબ ડીજનલ મેજિસ્ટ્રેટ શ્રી દીપક બારીયા તથા નસાબંધી અને આબકારી ખાતાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબની હાજરી મા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી એ.આર ડામોરે ડેડીયાપાડા પોલીસ ટીમ સાથે પંચોની હાજરીમા જે.સી.બી મશીન વડે પ્રોહીબીશન મુદામાલનો નાશ કરી ખાડો ખોદી જગ્યા ની સ્વચ્છતા પણ કરી હતી.
આમ ડેડીયાપાડા પોલીસ ટીમ દ્વારા અવાર નવાર મોટા પ્રમાણમા પકડી પાડવામા આવતા દારુ નો નાશ કરવામા આવેલ છે.