શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ડેડીયાપાડા તાલુકા મથકે પડેલો ભુવો તંત્ર દ્વારા રીપેર ન કરાવતા બે અકસ્માત સર્જાયા બાદ પણ તંત્ર નિંદ્રામાં : એક અક્સ્માત માં નાના બાળકનો બચાવ બીજાં બનાવ માં એક વાન ખાબકી છતાં ભ્રષ્ટ તંત્ર કોઈના મોતની રાહ તો નથી જોઈ રહ્યું ને?? લોકોમાં રોષની લાગણી ફેલાઇ.
પ્રીમોન્શુન કામગીરી ની ખુલેલી પોલ વચ્ચે પણ પડી ગયેલા ભૂવાઓ પુરવા તંત્ર નિષ્ફળ… એકતરફ સરકારે જીલ્લામાં તાત્કાલિક અવરજવર વ્યવસ્થા ચાલુ કરવા સૂચનાઓ આપી છે તે વચ્ચે પડેલા ભુવા ઓ બાબતે તંત્ર ની ઉદાશીનતા કોઈનો ભોગ ન લે તે જરૂરી..!
નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકા મથક ના ખરીદ વેચાણ સંઘ તરફ જવાના રસ્તા પર છેલ્લા ચાર પાંચ દિવસથી ભુવો પડ્યો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવી નથી, તેના પરિણામ ભોગે કેટલાક વાહનો આ પડેલા ભુવામાં પડે છે છતાં પણ તંત્ર કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી, સૌપ્રથમ ચાર દિવસ પહેલા એક મોટરસાયકલ ચાલક પોતાના નાનકડા પુત્રને બાલમંદિર ખાતે મુકવા જતા હતા ત્યારે અચાનક આગલો ટાયર ખાડામાં ખાબકતા આગળની તરફ બેઠેલો નાનો દીકરો ઊંડા ખાડામાં પડે તો જાનહાનિ નો ખતરો ઉભો થયો હતો. પરંતુ સદનસીબે બાળક બચી જવા પામ્યો હતો એને પકડી લેવામાં આવ્યો હતો. જે બાદ પણ તંત્રએ ધ્યાન ના આપતા આજે ફરી એક વાન આ ખાડામાં ખાબકી હતી અને ખાડો કે ભૂવો 5 થી 6 ફુટ ઊંડો છે અને વાન પલટી મારે તેવી સ્થિતિ થઈ હતી, હજુ અત્યારે આ લખાઈ છે ત્યાં સુઘી કોઈએ પણ જવાબદારી લીધી નથી અને રીપેર કર્યું નથી, તો શું તંત્ર કોઈ મોટી જાન માલ ની હાની થાય તેની રાહ જોઈને બેઠી છે…? અને કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની તે પણ નક્કી થઈ શકે તેમ નથી. કે એક તરફ નેશનલ હાઈવે નો સર્વિસ રોડ જ્યારે સંઘમાં જવાના રસ્તા તરફ તાલુકો પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવેલો આવેલું આવેલું નાળું છે એટલે કોઈ હાથ મુકવા તૈયાર નથી હવે જો કોઈ દુર્ઘટના ઘટી તો તો આ તંત્ર પર પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ તેવી સ્થાનિકોના લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.