
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડાના મોટા મંડાળામાં દીપડાએ વાછરડું ફાડી ખાધું લોકોમાં ફફડાટ મચી જવાં પામ્યો હતો,
ડેડીયાપાડા તાલુકાનાં મોટા મંડાળા ગામના વસાવા શંકરભાઈ મોતીભાઈનાં મોટા મંડાળાની સીમમાં આવેલ સરવે નંબર ૧૮૪ વાળા ખેતરનાં શેળા પર બાંધેલ ૬ વર્ષના વાછરડાને આજે સવારે અંદાજીત ૪ થી ૫ નાં સમયગાળા દરમિયાન બે દીપડાઓ ધસી આવી એક વાછરડાને ફાડી ખાધુ હતું. જેને લઈને વિસ્તારના લોકોમાં કકડાટ વ્યાપી જવા પામ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડાનાં મોટા મંડાળા ગામે રહેતા વસાવા શંકરભાઈ મોતીભાઈ ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે અને જેઓ આજે સવારે ૫ થી ૬ વાગ્યાની આસપાસ ખેતરે ઝૂંપડી માંથી બહાર નિકળી મોવડા વણવા જતા હતા તે દરમિયાન તેમને ખેતરનાં શેળા પર વાછરડાને લોહીલુહાણ હાલતમાં જોઈ તાત્કાલિક આજુબાજુ ખેતરમાં તપાસ કરતા દિપડા ના પગલા મળી આવેલ હતા. જેથી ઘટનાને પગલે ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાની તાત્કાલિક વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.