દક્ષિણ ગુજરાત

આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ: 

મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

જિલ્લાના વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ તાકીદ કરી

વ્યારા:  તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ, રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ.

બેઠક દરમ્યાન મંત્રીશ્રીએ જિલ્લામાં વર્ષોથી પેંડિંગમાં રહેલા વિવિધ કામો, રસ્તા, આવાસ, જર્જરિત મકાનો તથા ટાંકી જેવા પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને કડક તાકિદ કરી હતી. ગેરકાયદેસરના દબાણો તથા બાંધકામોને દૂર કરી અટકેલા કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવા અને ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવા સૂચના આપી હતી. વધુંમાં જિલ્લાના વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા કરવા મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ તાકીદ કરી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, જિલ્લાના લોકોના હિતમાં એક એક કામ પ્રાથમિકતા સાથે પૂરું થવું જોઈએ, માટે અધિકારીઓએ પ્રેક્ટિકલ અભિગમ અપનાવી તાત્કાલિક કામગીરી હાથ ધરવી જરૂરી છે.

મંત્રીશ્રીએ નવા વર્ષની કામગીરી તાત્કાલિક શરૂ કરવા, પૂર્ણ થયેલા કામોની યાદી બનાવી તેમના લોકાર્પણ માટે જાણ કરવા તથા તમામ વિભાગોએ સમયસર આયોજન પૂરું કરવા ખાસ સૂચના આપી આપી હતી.

બેઠકમાં નાગરિક અધિકાર, એ.જી. ઓડિટ પેરા, પડતર કાગળો, ખાતાકીય તપાસ સહિત ગત બેઠકના મુદ્દાઓના એક્શન ટેકન રીપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય  ડો. જયરામભાઈ ગામીત, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જશુભાઈ દેશાઈ, નાયબ વનસંરક્ષક સચિન ગુપ્તા, પ્રાયોજના વહિવટદાર જયંતસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત સંકલન સમિતિના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है