શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આરટીઆઇનો આવાજ રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રી નાં દરબાર..!
સમગ્ર ગુજરાતનાં તમામ જિલ્લા, તાલુકા કક્ષાએ એકજ સમયે આવેદનપત્ર આપવા માટે કરવામાં આવ્યું આયોજન:
સુરત- સમગ્ર ગુજરાતમાં ૯૫૦ થી વધુ આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં ઉપસ્થિત સૌ આરટીઆઇ કાર્યકર્તાઓએ તા.૦૯/૦૯/૨૦૨૧ આવેદનપત્રથી તા.૨૨/૦૫/૨૦૨૨ના મનોમંથન બાદ આરટીઆઇ એકટ ૨૦૦૫ ના વાસ્તવિક અમલ અને વિવાદાસ્પદ ચુકાદાની ચર્ચા વિચારણાઓ કરી હતી.
સંમેલનમાં અનેક તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યાં બાદ જુદાં જુદાં ઠરાંવનું જાહેર વાંચન કરી ઉપસ્થિત સૌનુ અનુમોદન માગ્યું હતું. અને અનેક વિધ સમશ્યાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ આરટીઆઇ કાર્યકર્તાઓ દ્વારા ઇમેઇલથી ઠરાવના મુદ્દાઓ માનનીય રાજ્યપાલશ્રી અને મહામુહિમ રાષ્ટ્રપતિજીને મોકલવાનું નકકી કરવામાં આવ્યું હતું.
આજરોજ જિલ્લા કલેકટર, જિલ્લાવિકાસ અઘિકારી, નાયબ કલેકટર- પ્રાંત, મામલતદારને સરકારી વહીવટી અઘિકારીઓને રૂબરુ મળીને સવારે:૧૧ વાગે ગુજરાતનાં તમામ જિલ્લામાં, તાલુકામાં આવેદન પત્ર અને ઠરાવની નકલ સુપ્રત કરવામાં આવી:
મા.પોલીસ કમિશનરશ્રી, મ્યુ.કમિશનરશ્રીને આવેદનપત્રની કોપી પહોચાડવામાં આવશે.
આ અઘિકારીઓ જનતાના પ્રતિનિધિ તરીકે આવેદનપત્ર અને ઠરાવ માં.રાષ્ટ્રપતિજી અને રાજ્યપાલશ્રીને, સરકારશ્રીને પહોંચાડશે.
એઓશ્રી આરટીઆઇ એકટ સંબંધી જનતા-૧૦૦૦ નાગરિકોએ રજુ કરી હતી તે સમસ્યા, વિવાદિત આરટીઆઇ એકટ ભંગ સમાન મનસ્વી નિર્ણય નોધ લઈ આરટીઆઇ એકટ નો મૂળ ઉદ્દેશ, હેતું, પારદર્શીતા, જવાબદેહીતા, ગુનેગારોને સજા, આરટીઆઇ કાર્યકર્તા ઉપર હુમલાઓ થયા છે એમની સામે સખત કાનૂની કાર્યવાહી, સાચા આરટીઆઇ કાર્યકર્તાઓને સુરક્ષા , માહિતી માગવા ગેરકાનૂની રીતે મુકાતો પ્રતિબંધ, જાહેર સેવા સત્તા મંડળમાંથી ગૂમ થઈ જતી , ઉપલબ્ધ નથી એવી માહિતી, માહિતિ જાહેર કરવાના પાનની ગેરકાયદેસર રીતે જાહેર કરવામાં આવી રહી છે તે મર્યાદા–સીમાઓ .આવા અનેકો પ્રશ્ને રાજ્યપાલશ્રી અને રાષ્ટ્રપતિજી અંગત જનહિતાર્થે નોંધ અને રસ લઈને લોકશાહીનો પ્રાણ ધબકાર એવાં સંવિધાનિક માહિતી અધિકાર બચાવવાં યોગ્ય કરે એવી વિનંતી સાથે આખા ગુજરાતમાં આજે સવારે ૧૧. કલાકે આવેદનપત્ર — ઠરાવ પત્ર આપવામાં આવ્યો.
આરટીઆઇ કાર્યકર્તા અને જાહેર જનતાના અધિકારો માટે હેલ્પ લાઈન નંબર ૯૯૦૪૦ ૧૨૧૬૯ જાહેર કરવામાં આવ્યો છે જેની મદદથી ગુજરાતની જનતા આરટીઆઇ એકટ સમસ્યાનું સમાધાન માર્ગદર્શન મેળવી શકશે.
આરટીઆઇ કાર્યકર્તાઓ કે આમ જનતા પાસેથી કોઈ પણ પ્રકારની સભ્ય ફી ચાર્જ વસુલ કરવામાં આવતી નથી.