શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બહાલી મળેલ કામો બાબતે ભાજપી જિલ્લા સદસ્ય બાદ ખુદ જિલ્લા પંચાયતનાં કારોબારી અધ્યક્ષને પણ વાંકુ પડ્યુ..
લ્યો બોલો ડાંગ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા રજૂ થયેલ 15માં નાણા પંચનાં કામોની બહાલી બાબતે હવે જિલ્લા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ વિજયભાઈ ચૌધરીને પણ વાંકુ પડયુ. ડાંગ જિલ્લા પંચાયતમાં કામો બાબતે દિવસે ને દિવસે ભાજપી સભ્યોમાં જ નારાજગી પ્રવર્તતા અગામી દિવસોમાં ડાંગ જિલ્લાનાં રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાવાની ચર્ચા..
પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે ડાંગ જિલ્લા પંચાયતનાં 15માં નાણાપંચ હેઠળનાં કામોની ગ્રાંટને બહાલી આપવા માટે જિલ્લા વિકાસ અધિકારી ડૉ વિપીન ગર્ગ અને ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા સદસ્યોની ઉપસ્થિતમાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી,
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયત ના વિકાસશીલ કામોની ગ્રાન્ટ ના મનસ્વી કારભાર થી નારાજ ડાંગ જિલ્લા ના અન્ય પંચાયત સદસ્યો નારાજ…
ડાંગ જિલ્લા પંચાયતનાં વિકાસકીય કામોની ગ્રાંટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા પોતાની શૈક્ષણિક સંસ્થાઓ તથા પોતાના લાગતા વળગતાઓને ફાળવતા આક્ષેપબાજી સાથે અન્ય જિલ્લા પંચાયતનાં સદસ્યોમાં નારાજગી વ્યાપી જવા પામી છે…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયત આહવાની ખાસ સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વીપીન ગર્ગ તથા જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતનાં અધ્યક્ષ સ્થાને મળી હતી.આ સામાન્ય સભામાં 15માં નાણાપંચ અંતર્ગત જિલ્લા પંચાયત આયોજન સમિતિ દ્વારા રજૂ થયેલ ડ્રાફ્ટ પ્લાન સૂચિત કામો 2020/21માં કૃષિ,પશુપાલન, ડેરી,વિકાસ અને મત્સ્યોધોગ, શિક્ષણ,માળખાગત વિકાસ,મહિલા અને બાળ વિકાસ,પાણી પુરવઠા/જળ સંસાધનો, પાણી પુરવઠા, સફાઈ માટે કુલ 393.34 લાખની ગ્રાંટની પ્રોસિડિંગ મંજુર કરવામાં આવી હતી.જે કુલ ગ્રાંટમાંથી મોટાભાગની ગ્રાંટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા તેઓની શૈક્ષણિક સંસ્થાઓ તથા પોતાના લાગતા વળગતાઓને ફાળવી હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતનાં વઘઇ સીટના જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવે કરતા જિલ્લા પંચાયતમાં ચહલ પહલ મચી જવા પામી છે.ડાંગ જિલ્લા પંચાયતનાં જિલ્લા સદસ્ય હરીશભાઈ બચ્છાવે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત સામે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે આજની ખાસ સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા સાકરપાતળ ગામથી કુંડા ગામ સુધીનો પાકો રસ્તો 17 લાખ,મહાલપાડા,ચીંચલી, અને શામગહાન ,ચિચપાડા, આહવા, વઘઇ, કાલીબેલ, રંભાસ, સાકરપાતળ, પીપલદહાડ,મહાલ,જેવી ખાનગી સંસ્થાઓમાં 65 લાખનાં કામો પોતાની શૈક્ષણિક સંસ્થાઓ અને લાગતા વલગતાઓને આપી દીધા છે. ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા સરકારની વિકાસકીય મોટાભાગની ગ્રાંટ પોતાના સ્વ વિકાસ માટે વાપરવાનો નિર્ણય કરતા અમુક જિલ્લા પંચાયતનાં ભાજપી સદસ્યોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. ડાંગ જિલ્લા પંચાયતનાં વઘઇ સીટનાં જિલ્લા સદસ્ય અને ભાજપાનાં આગેવાન હરીશભાઈ બચ્છાવે જણાવ્યુ હતુ કે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત પોતાના મનસ્વી રીતે અમોને વિશ્વાસમાં લીધા વગર અમુક કામોને બહાલી આપે છે.જે યોગ્ય નથી. દરેક જિલ્લા સદસ્યને વિશ્વાસ લઈ ગ્રાંટની પ્રોસિડિંગની મંજૂરી મળે તે જરૂરી છે. ડાંગ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં બહાલી મળેલ વિકાસકીય કામોની ગ્રાન્ટ અંગે તથા મીડિયાને સામાન્ય સભામાં બોલાવવામાં કેમ નથી આવતા તે અંગે પ્રતિનિધિ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતને જણાવતા તેઓએ જણાવ્યુ હતુ કે હું છેલ્લા 35 વર્ષથી જિલ્લા પંચાયત સાચવુ છું.અને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પત્રકારોને બોલાવવાનાં હોતા નથી.અત્રે નોંધનીય છે કે અન્ય જિલ્લાઓમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓમાં પારદર્શીતા જળવાઈ રહે તે માટે મીડીયાનાં સફળ પ્રકાશન દ્વારા વિકાસકીય કામોની ગ્રાંટને બહાલી આપવામાં આવે છે.જ્યારે ડાંગ જિલ્લા પંચાયતમાં બખડ જંતરનાં પગલે અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ સામાન્ય સભાઓમાં મીડિયાને દુર રાખી પોતાના મનસૂબાઓને પાર પાડી રહયા છે. અહી ડાંગ જિલ્લા પંચાયતની સામાન્ય સભાઓમાં મિડિયા જગતને દૂર રાખી પદાધીકારીઓ પોતાનો સ્વ વિકાસનો હેતુ સિધ્ધ કરી રહ્યાનું સાર્થક જણાઈ રહ્યુ છે..
👉🏿 આર.બી.ચૌધરી-નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડાંગ દ્વારા જણાવ્યુ હતુ કે આ પહેલા હું વલસાડ જિલ્લામાં હતો. જ્યાં જિલ્લા પંચાયત ની સામાન્ય સભાઓમાં મીડિયાને બોલાવવામાં આવતા હતા. અહી ડાંગ જિલ્લામાં કેમ બોલાવવામાં આવતા નથી તે મને ખબર નથી..?