શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે
ડાંગ જિલ્લાનો શિક્ષક સાયબર ફ્રોડનો થયો શિકાર, ઓનલાઇન ૯૮ હજારની થઈ ઠગાઈ:
રોડ પર વસુલવા મા આવતાં ફોર વેહિકલ ટેક્ષ નુ હવે ફાસ્ટેગ દ્વારા કપાત થતી હોય છે અને આ ફાસ્ટેગ કોઈપણ બેંક એકાઉન્ટ સાથે લિંક હોય છે જેથી બેંક એકાઉન્ટ માંથી ટોલ ટેક્ષ કપાય જતો હોય છે. ત્યારે ફ્રોડ કરવાવાળા કોઈને કોઈ નવા કિમીયા અપનાવતા હોય છે ઘણાં શિક્ષિત લોકો સામે થી ફસાતા હોય છે જયારે ઘણાં અભણ લોકો અજ્ઞાનતા ને લીધે ફ્રોડ નો ભોગ બનતા હોય છે. બીજી તરફ સરકાર પણ આવી અવનવી ઓનલાઇન ફ્રોડ બાબતે જાગૃકતા લાવી રહી છે, અને આવા ગાંઠિયાઓ ને પકડવા ટેક્નોલોજી નો ઉપયોગ કરી રહી છે.
સાપુતારા: ડાંગનાં સુબીર તાલુકાનાં ગાવદહાડ ખાતે ફાસ્ટેગ સાથે લિંક એકાઉન્ટ ચેન્જ કરવાના નામ પર એક શિક્ષક સાયબર ફ્રોડનો ભોગ બન્યો છે. ગાવદહાડ ગામે રહેતા શિક્ષક શરદ રમતુ ગાઈન પોતાના કારમાં લગાવેલ ફાસ્ટેગ સાથે લીંક એકાઉન્ટ ચેન્જ કરવા માંગતા હતા. જેથી ફાસ્ટેગ ઉપર આપેલ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી વાતચીત કરી હતી.
અજાણ્યા ઈસમે મોબાઈલ નંબર પર એક ટેકસ મેસેજ કરીને લિંક મોકલી હતી, જે લિંકને ઓપન કરી આપેલી તમામ માહિતી ભરવા માટે કહેતા શિક્ષકએ તમામ માહિતી ભરી દીધી હતી. ત્યારબાદ અજાણ્યા ઈસમે ઑનલાઇન પેમેન્ટ મારફતે ટુકડે ટુકડે કુલ ૯૮ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે શિક્ષકને સાયબર ફ્રોડ થયો હોવાનું જણાઈ આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.