બ્રેકીંગ ન્યુઝ

ટ્રાફીક નિયમોનો ભંગ કરતા નાગરિકો સાવધાન: “વિશ્વાસ પ્રોજેક્ટ” હેઠળ ટ્રાફીકના ભંગ થતા ઇ-ચલણ ઘરે આવશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ:

ટ્રાફીક નિયમોનો ભંગ કરતા નાગરિકો સાવધાન: “વિશ્વાસ પ્રોજેક્ટ” હેઠળ ટ્રાફીકના ભંગ થતા ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવશે:

ઇ-ચલણ સમયમર્યાદામાં ન ભરશો તો બીજા મહીને દંડની રકમ વધીને આવશે.

વ્યારા-તાપી: તાજેતરમાં તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી. બેઠકમાં જિલ્લામાં માર્ગ અકસ્માત, મૃત્યુ ઇજાના આંકડાનું અવલોકન, ગત બેઠકના નિર્ણયોના એક્શન ટેકન રીપોર્ટની અમલવારી અંગે, સંયુક્તચેકીંગ વિઝીટના તારણો અંગે, રોડ એંજીનીયરીંગ સંબંધિત મુદ્દાઓ, વ્યારા અને સોનગઢ નગરપાલિકામાં પાર્કિંગ પોલીસી વિશે વિસ્તૃત ચર્ચાઓ અને સમિક્ષા કરવાની સાથે જિલ્લામાં રોડ અકસ્માતો ઘટાડવાના હેતુથી તથા નાગરિકોને રોડ સેફ્ટી અંગે જાગૃત તથા પ્રચાર-પ્રસારના કાર્યક્રમો વિશે સમિક્ષા કરવામાં આવી હતી. 

બેઠકમાં શ્રીવલવીએ સૌને સંબોધતા જણાવ્યું હતું કે, વ્યારા અને સોનગઢ નગરપાલિકામાં પાર્કિંગની સમસ્યા યથાવત હોવાથી કોઇ એક જગ્યાએ પાર્કીંગ ન બનાવતા નાના-નાના સ્થળોએ વધુ સંખ્યામાં પાર્કીંગની સુવિધા ઉભી કરવી જરૂરી છે. જેથી નાગરિકોને માર્કેટથી વધારે દુર પાર્કીંગ માટે ન જવું પડે. તથા પ્રેક્ટીકલ અને વ્યવસ્થાપિત થઇ શકે તેવા અવનવા ઉપાયો શોધવા જણાવ્યું હતું. 

આ ઉપરાંત ને.હા-૨૩ ઉપર ઢોરની અવર જવર થતી હોય ત્યા બેરીકેડીંગ લગાવવા, સ્પીડ લીમીટ સાઇન બોર્ડ લગાવવા, લેન પેઇંટીંગ, કેટ આઇઝ લગાવવા, વ્યારા ભેંસકાંતરી રોડ, વ્યારા થી બેડચીત રોડ તથા વ્યારાથી માંડવી તરસાડા રોડ પર કેટ આઇઝ લગાવી સાઇડમાં ઝાડી ઝાંખરાનું ટ્રીમીંગ કરી રસ્તો ખુલ્લો કરવા, બીન અધિકૃત ગેપ ઇન મીડીયમ બંધ કરવા તથા જિલ્લામાં વિવિધ સ્થળોએ રોડ સેફ્ટી અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા સંબંધીત અધિકારી/કર્મચારીઓને સુચનો કર્યા હતા. 

બેઠકમાં એ.આર.ટી.ઓ ઓફીસરશ્રી દેનેશ ચૌધરીએ તાપી જિલ્લાની જાહેર જનતાને સંદેશ આપતા ખાસ જણાવ્યું હતું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ટ્રાફીકના ભંગ થતા ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવશે. સ્પીડ લીમીટ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ, સીટબેલ્ટ, હેલ્મેટ, ટ્રીપલ સીટ, ઝીબ્રા ક્રોસીંગ કે સ્ટોપ લાઇન, વગેરે જેવા વિવિધ ટ્રાફીક નિયમોનો ભંગ કરશો તો રોડ ઉપર સ્થિત સી.સી.ટી.વી. કેમેરામા કેદ થયેલ તસ્વીર અનુસાર ઘરે ઇ-ચલણ આવશે. જેને હવે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને દ્વારા ભરી શકાય છે. ઓનલાઇન ઇ-ચલણ ભરવા https://echallan.parivahan.gov.in વેબસાઇટના માધ્યમથી અને ઓફલાઇન માટે તાપી જિલ્લાના એસ.પી ઓફીસ કાર્યાલયની પાછળ ભરી શકાય છે. આ ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું હતું કે, ઇ-ચલણ સમય મર્યાદામાં ન ભરાય તો બીજા મહીને દંડની રક્મ વધી જાય છે. ઇ-ચલણ ન ભરેલુ હોય તેવા વાહનોની ખરીદી કે ટ્રાંસફર પણ થઇ શકતું નથી એમ તમણે ખાસ જણાવ્યું છે. 

બેઠકમાં કા.પા.ઇ સ્ટેટ મનીષ પટેલ, કા.પા.ઇ પંચાયત બી.એમ.બારોટ, નગરપાલિકા ચીફ ઓફીસર સોનગઢ પૂર્વી પટેલ, એસ.ટી.ડેપો મેનેજરશ્રી તથા અન્ય ટ્રાફીક પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है